Home /News /madhya-gujarat /

અમદાવાદ : 15 થી 18 વય જૂથના 2.50 લાખ બાળકોને અપાશે COVAXIN, આવો છે આરોગ્ય વિભાગનો પ્લાન

અમદાવાદ : 15 થી 18 વય જૂથના 2.50 લાખ બાળકોને અપાશે COVAXIN, આવો છે આરોગ્ય વિભાગનો પ્લાન

શાળાઓમાં અભ્યાસ કરતા 15થી 18 વય જૂથના અંદાજે 2,50,000 જેટલા લાભાર્થીઓ રસીકરણ કરવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Covid-19 Vaccine - 3 જાન્યુઆરી -2022 ને સોમવારથી 15 થી 18 વય જૂથના તમામ લાભાર્થીઓને કોવિડ-19 વેક્સિન (Covid-19)આપવાનો શુભારંભ થશે

અમદાવાદ : 15 થી 18 વય જૂથના તમામ બાળકોને કોવિડ-19ની વેક્સિન (Covid-19 Vaccine)મળી રહે તે હેતુસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation)દ્વારા 3 જાન્યુઆરી -2022 ને સોમવારથી આ વય જૂથનાં તમામ લાભાર્થીઓને કોવિડ-19 વેક્સિન (Covid-19)આપવાનો શુભારંભ કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

AMC દ્વારા 15 થી 18 વય જૂથના કોવિડ વેક્સિનેશન માટે અમદાવાદ શહેરને લાગુ પડતા શિક્ષણાધિકારી ગ્રામ્ય અને શહેરી સાથે મિટિંગ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રસીકરણ કરવા માટે માહિતી એકત્રિત કરવા જણાવ્યું હતું. શિક્ષણાધિકાર , ગ્રામ્ય અને શહેરી તરફથી અંદાજે 700 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા 15થી 18 વય જૂથના અંદાજે 2,50,000 જેટલા લાભાર્થીઓ રસીકરણ કરવાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો - રાજકોટ : કોરોના નિયમોનો ભંગ કરી યુનિવર્સિટીમાં યુવક યુવતીઓએ કરી થર્ટી ફર્સ્ટની પાર્ટી, જુઓ વાયરલ Video

શિક્ષણ વિભાગ તરફથી 15 થી 18 વય જૂથના વિદ્યાર્થીઓની આવેલ માહિતીના આધારે 3 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી 2022 દરમિયાન શાળાઓ મુજબ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એક્શન પ્લાન મુજબની શાળાઓમાં વધુમાં વધુ બાળકો નક્કી કરેલ દિવસે રસી લે , તે માટેનું આગોતરું આયોજન કરવામાં આવેલ છે. નક્કી કરેલ શાળાઓમાં અભ્યાસ કરતા 15 થી 18 વય જૂથના બાળકોને હેલ્થ વિભાગની ટીમ દ્વારા શાળામાં જઈને COVAXIN રસી આપવામાં આવશે.

આ ઉપરાંત સદર વય જૂથનાં બાળકોને કોવિડ વેક્સિનેશન માટે કોવીન પોર્ટલ ( www.cowin.gov.in) પર જઈ SELF REGISTER કરી આધાર કાર્ડ અથવા શાળાના આઈ.ડી. કાર્ડનો ઉપયોગ કરી ઓનલાઈન સ્લોટ બુક કરીને અથવા તો નજીકના અર્બન હેલ્થ સેન્ટર પર જઈને ઓન સ્પોટ રજીસ્ટ્રેશન કરી વેક્સિન મેળવી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

આ પણ વાંચો - Gujarat Corona Update:2022ના પહેલા દિવસે 'corona વિસ્ફોટ,' 1069 નવા કેસ, ત્રીજી લહેર!

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 15 થી 18 વય જૂથના લાભાર્થીઓનાં કોવીડ વેક્સિનેશનનો શુભારંભ 3 જાન્યુઆરીના રોજ મેયર સહિતના વિવિધ પદાધિકારીઓ તેમજ અધિકારીઓની ઉપસ્થિતિમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલ પ્રાઈવેટ શાળા ખાતેથી કરવામાં આવનાર છે. આ પ્રકારના કોવિડ વેક્સિનેશનની કામગીરી દરેક અર્બન હેલ્થ સેન્ટર, અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર , સરકારી / મ્યુનિ . સંચાલિત હોસ્પિટલ તથા નિયત થયેલ શાળાઓ ખાતે પણ આયોજન કરવામાં આવેલ છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, COVID-19, અમદાવાદ

આગામી સમાચાર