અમદાવાદઃ પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, 'સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી'

News18 Gujarati
Updated: May 8, 2019, 5:41 PM IST
અમદાવાદઃ પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન, 'સાહેબ મેં મારી પત્નીની હત્યા કરી'
હત્યા પતિની તસવીર

શહેરના ગોમતીપુરમાં પત્નીના આડા સબંધ હોવાની આશંકા રાખી પતિએ પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કરી હોવાનો ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના ગોમતીપુરમાં પત્નીના આડા સબંધ હોવાની આશંકા રાખી પતિએ પત્નીના ગળા પર બ્લેડ ફેરવી હત્યા કરી હોવાનો ચોંકવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હત્યા બાદ પતિએ કપડાં ધોઇ નાંખ્યા હતા અને પછી પોતાના દીકરાને લઇ માતા-પિતાના ઘરે પહોંચ્યો હતો. ત્યારબાદ તે જાતે જ ગોમતીપુર પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો હતો. જેથી પોલીસે હત્યારા પતિની ફરિયાદ લઇ તેની જ ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ચારિત્ર અંગે વારંવાર પતિ શંકા કરતા પત્ની રિસામણે જતી રહી હતી અને જે દિવસે રાત્રે 12.30 વાગ્યે પરત ફરી તે જ દિવસે રાત્રે 2.30 વાગ્યે પતિએ હત્યા કરી હતી.

મળતી માહિતી પ્રમાણે ગોમતીપુર ગરીબ આવાસ યોજના ખાતે રહેતો સંજય જીવણભાઇ પરમાર લોડિંગ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. વર્ષ 2009માં તેને ઘી કાંટા ખાતે નોકરી કરતી અરૂણા દંતાણી સાથે પ્રેમ થયો હતો અને ત્યારબાદ તેમણે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જો કે, લગ્ન બાદ અરૂણાના માતા પિતા નારાજ હોવાથી તેમને સબંધ તોડી નાખ્યો હતો. ત્યારબાદ અરૂણા, સંજય અને તેમનું એક સંતાન ગોમતીપુર ખાતે રહેતા હતા.

માર્ચ 2019માં સંજય બપોરે અચાનક ઘરે જતા અરૂણા કોઇની સાથે ફોન પર વાત કરતી હતી. પરંતુ સંજયે પુછતા તેણે કોઇની સાથે વાત ન કરતી હોવાનું જણાવ્યું હતું. તે સમયે બન્ને વચ્ચે ઝઘડો થતા સંજયે ફોન તોડી કાઢ્યો હતો. 15 દિવસ પહેલાં સંજય ઘરે પહોંચ્યો ત્યારે પણ અરૂણા કોઇની સાથે વાત કરતી હતી. જેથી ફરીથી સંજયે ફોન તોડી કાઢ્યો હતો. પછી સંજયે પત્નીને વાત કરવા માટે નવો ફોન-સિમકાર્ડ લઇ આપ્યું હતું.

મૃતક પત્નીની ફાઇલ તસવીર


27મી એપ્રિલ 2009ના રોજ અરૂણાને ફોન કરી રાયપુર બીગ બજાર પાસે સંજયે બોલાવી હતી. અરૂણા આવતા તેના પર શંકા જતા સંજયે થેલી ચેક કરતા તેમાંથી બીજો મોબાઇલ મળી આવ્યો હતો. તે દિવસે ઝઘડો થતા સાંજે અરૂણા સંજયના ઘરે આવી હતી અને ત્યારબાદ દીકરાને લઇ અરૂણા ત્યાંથી ચાલી ગઇ હતી.

આ દરમિયાન ગઇકાલે રાત્રે 12.30 વાગ્યે અરૂણાએ સંજયને ફોન કરી હું ગીતા મંદિર છું અને દીકરો પણ છે તમે મને તેડી જાવ. જેથી ભાડાની રિક્ષા કરી સંજય ગીતા મંદિર જઇ તેડી લાવ્યો હતો. ઘરે આવ્યા બાદ સંજયે પ્રેમી વિશે પૂછપરછ કરતા ફરી તેમના વચ્ચે ઝઘડો થયો હતો અને ઝપાઝપી થઇ હતી.આ સમયે ગુસ્સે ભરાયેલા સંજય રાત્રે અઢી વાગ્યે બ્લેડ લઇ આવ્યો હતો અને અરૂણાના ગળા પર બ્લેડ ફેરવી હતી. જેથી અરૂણા તડફડીયા મારતી હતી અને થોડી વાર બાદ તે મૃત્યુ પામી હતી. હત્યા બાદ લોહીવાળા કપડા પાણીથી સંજયે ધોઇ કાઢ્યા હતા અને બીજા કપડાં પહેરી મકાન બંધ કરી તેના દીકરાને લઇ માતા પિતાના ઘરે શાહવાડી પહોંચી ગયો હતો. જ્યાં તેણે આ અંગે પરિવારને જાણ કરી હતી અને પછી પોલીસ સ્ટેશન હાજર થઇ ગયો હતો.
First published: May 8, 2019, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading