'અમે નહીં છોડીએ પાર્ટી' બાકી બચેલા કોંગ્રેસના MLAએ જાણો શું કહ્યું

News18 Gujarati
Updated: March 8, 2019, 9:19 PM IST
'અમે નહીં છોડીએ પાર્ટી' બાકી બચેલા કોંગ્રેસના MLAએ જાણો શું કહ્યું

  • Share this:
પાર્ટી છોડવાની વાત કોંગ્રેસ માટે માથાના દુખાવા સમાન બની ગઇ છે. એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી રહ્યાં છે. 8 તારીખ ને શક્રવારે કોંગ્રેસમાં બે દિગ્ગજ નેતાઓ ગણતરીની કલાકોની અંદર જ રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામી છે. એવામાં આગામી 12 તારીખે અમદાવાદમાં કોંગ્રેસની CWCની બેઠક યોજાનાર છે, જેમાં હાઇકમાન્ડના તમામ નેતાઓ હાજર રહેશે,

જો કે આ પહેલા જ પક્ષ પલટાથી રાજકારણ ગરમાયું છે, તો આ અંગે કોંગ્રેસના બાકી બચેલા નેતાઓ સાથે ટેલિફોનિક વાતચિત કરવામાં આવી હતી, જેમાં તેઓએ કોંગ્રેસ પાર્ટી પ્રત્યે વફાદાર હોવાનું અને ભાજપમાં ક્યારેય નહીં જોડાય તેવી વાત કરી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ પાંચ વર્ષમાં કોંગ્રેસે ગુમાવ્યા 14 ધારાસભ્યો, ભાજપમાં માત્ર એકને જ થયો ફાયદો!

લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે કહ્યું કે કોંગ્રેસમા એકલ રહીશ તો પણ ભાજપની વિચારધારા સામે જજુમતો રહીશે. તો ધારીના ધારાસભ્ય જે વી કાકડિયાનું કહેવું છે કે કોંગ્રેસ થતી હું નેતા છું. હું કાયમ કોંગ્રેસને વફાદર રહીશ. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું કહેવું છે કે નરેન્દ્ર મોદી કોંગ્રેસનો ખેસ ધારણ કરે તો હું ભાજપનો ખેસ ધારણ કરી.

તો નાંદોદના ધારાસભ્ય પી ડી વસાવાનું કહેવું છે કે ભાજપ પાસે મારે કોઈ કામ કરાવવાનું નથી, હું કોંગ્રેસનો વફાદાર છું, ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું કહેવું છે કે હાલમા કોંગ્રેસ છોડવાનો વિચાર નથી. વ્યારા ધારાસભ્ય પુનાજી ગામીતે કહ્યું કે તેઓ કોંગ્રેસ નહી છોડે. નિઝર ધારાસભ્ય સુનિલ ગામીતે કહ્યું કે કોંગ્રેસ નહી છોડે. જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીએ કહ્યું કે ભાજપમાં નહીં જાય, મને પાર્ટીએ જે આપ્યું છે એમાં ખુશ છું.

વીસાવદરના હર્ષદ રિબડીયા, જુનાગઢના ભીખાભાઈ જોશી અને માંગરોળના બાબુભાઈ વાજાએ સ્પષ્ટ શબ્દોમાં ભાજપમાં જોડાવાના નથી તેમ જણાવ્યું હતું. બનાસકાંઠાના ગીનેબેન ઠાકોર, ભિલોડાના અનીલ જોષીયારા અને મોડાસાના રાજેન્દ્રસિંહ અને માંડવીના ધારાસભ્યોએ ભાજપમાં જોડાવવાની વાત નકારી હતી.
First published: March 8, 2019, 9:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading