ખેડૂત પરેશાનઃ કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ મળે છે પાંચ બોરી ખાતર

News18 Gujarati
Updated: January 6, 2020, 8:40 PM IST
ખેડૂત પરેશાનઃ કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ મળે છે પાંચ બોરી ખાતર
પ્રતિકાત્મક તસવીર

કેટલાક વિસ્તારમાં ખાતર મળી રહ્યુ નથી. અને જે સ્થળ પર મળી રહ્યુ છે. ત્યા પાંચ કલાક અને છ કલાકે ખાતર માટે વારો આવે છે.

  • Share this:
સાણંદઃ રાજ્યમાં રાસાયણિક ખાતરનો (fertilizer) પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત કૃષિ વિભાગના (Department of Agriculture) અધિક મુખ્ય સચિવ (Additional Principal Secretary) પૂનમચંદ પરમારે કરી છે. પરંતુ સાણંદ વિસ્તારમાં કઇક અલગ જ સ્થિતિ જોવા મળી છે. ખેડૂતો વહેલી સવારતી સંઘની ઓફિસ બહાર લાંબી લાઇનોમાં ખાતર લેવા માટે પડાપડી કરી રહ્યા છે.

રેસન કાર્ડની દુકાની બહાર ઊભા હોય એમ જગતનો તાત ખાતર લેવા માટે વહેલી સવારથી ખાતરની દુકાનની બહાર લાંબી લાઇનમાં ઊભો છે. ખાતર લેવા માટે કડકતી ઠંડીમાં વહેલી સવારથી અહીં પહોચી ગયા છે. ખેડૂતોની માંગ છે. સરકાર તમામ સેન્ટર પર ખાતરનું વેચાણ શરૂ કરવુ જોઇએ. કેટલાક વિસ્તારમાં ખાતર મળી રહ્યુ નથી. અને જે સ્થળ પર મળી રહ્યુ છે. ત્યા પાંચ કલાક અને છ કલાકે ખાતર માટે વારો આવે છે.

ખેડૂતોનું કહેવું છે કે માત્ર સંઘમાંથી ખાતરની પાંચ કથોળી મળે છે. જરૂરિયાત વધુ છે. તેમ છતા માત્ર પાંચ કોથળીની સંતોષ માનવો પડે છે. 35 વિઘા ખેતીમાં આટલું ખાતર ઓછું પડે છે. આથી સરકારે વધુ જથ્થો ઉપલબ્ધ કરવો જોઇએ

સાણંદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મેનેજર દશરથભાઇ કહે છે,, બે હજાર બોરી આવી છે. પરંતુ ઉપાડ બે ગણો છે. આથી તમામ ખેડૂતોને પાંચ ખાતરની બોરી અપાઇ રહી છે.. અછત પાછળનું મુખ્ય કારણએ છે કે પાણીની પહેલા અછત હતી. ત્યારે કોઇ ખાતર લીધુ ન હતુ. પરંતુ એકા એક પાણી આવતા ખેડૂતોએ ખાતર લેવા માટે વહેલી સવારથી અહી આવી જાય છે.

એક તરફસ સરકાર કહે છે. કે પુરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો છે. તો બીજી તરફ અછતના પગલે ખેડૂતોની લાંબી લાઇનો સંઘની ઓફિસની બહાર જોવા મળી છે. ત્યારે સરકારનો દાવો સાચો કે પછી ખેડૂતોની ચિંતા તે એક સવાલ છે.
First published: January 6, 2020
વધુ વાંચો
अगली ख़बर