અમદાવાદ : રથયાત્રાનાં બીજા દિવસે ભગવાનની નજર ઉતારીને મંદિરમાં કરાવાયો પ્રવેશ

News18 Gujarati
Updated: June 24, 2020, 9:37 AM IST
અમદાવાદ : રથયાત્રાનાં બીજા દિવસે ભગવાનની નજર ઉતારીને મંદિરમાં કરાવાયો પ્રવેશ
ભગવાનો ગર્ભગૃહમાં પ્રવેશ

જે બાદ આજે સવારે મંગળા આરતી અને તેમની નજર ઉતારવાની વિધિ પણ કરવામાં આવી છે.

  • Share this:
અમદાવાદ : અષાઢી બીજનાં દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે. વર્ષમાં આ એકમાત્ર એવો દિવસ છે જ્યારે ભગવાન સ્વંય નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપે છે. ઈ.સ. 1878થી દર વર્ષે અષાઢી બીજના આ ક્રમ હતો પરંતુ 143 વર્ષે કોરોના મહામારીને કારણે આ વખતે આ પરંપરા તૂટી છે. ભગવાન જગન્નાથજી આ વખતે નગરચર્યાએ નીકળી શક્યા નહોતા અને જગન્નાથ મંદિરના પરિસરમાં જ રથની પ્રતિકાત્મક પરિક્રમા કરાવાઇ હતી. આ પછી ત્રણેય રથને મંદિર પરિસરમાં રાખવામાં આવ્યા હતા. ભક્તોને રથયાત્રાને સ્થાને 'રથદર્શન'થી જ સંતોષ માનવો પડયો હતો. ગઇકાલે ભગવાન નગરચર્યા પર નહોતા ગયા પરંતુ રથયાત્રામાં થતી તમામ વિધિ કરવામાં આવી હતી.

મંગળા આરતી


આ જ વિધિને કારણે ભગવાનનાં રથને પરિસરમાં જ રાખવામાં આવ્યાં હતાં. જે બાદ આજે સવારે મંગળા આરતી અને તેમની નજર ઉતારવાની વિધિ પણ કરવામાં આવી છે.

ભગવાનની નદજર ઉતારવાની વિધિ


વર્ષોથી ચાલતી આવતી પરંપરા પ્રમાણે, ભગવાન આખી રાત મંદિરની બહાર રથમાં જ બિરાજમાન હોય છે. વહેલી સવારે મંગળા આરતી કરીને તેમની નજર ઉતારવાની વિધિ કરવામાં આવે છે. જે બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલદેવને મંદિરમાં પ્રવેશ કરાવવામાં આવે છે.

આ પણ વાંચો - 2500 વર્ષમાં પહેલીવાર ભક્તો વગર નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા, 10 ખાસ વાતોઆ પણ જુઓ - 

સવારે રથ મંદિરની બહાર હોવાથી અનેક લોકો વહેલી સવારથી જ મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા હતા. કારણ કે, આ ક્ષણ બાદ આગામી અષાઢી બીજના દિવસે જ તેમને ભગવાન રથમાં બિરાજમાન હોય તેવા દર્શન થશે. તેથી વહેલી સવારથી જ અનેક લોકો રથના દર્શન કરવા મંદિર પહોંચ્યા હતા.
First published: June 24, 2020, 9:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading