ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા એક પોલીસ સ્ટેશનનાં 27 જવાનો હોમ ક્વૉરન્ટાઈન

News18 Gujarati
Updated: April 19, 2020, 7:45 AM IST
ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા એક પોલીસ સ્ટેશનનાં 27 જવાનો હોમ ક્વૉરન્ટાઈન
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ફાઇલ તસવીર

ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા એસીપી, પીઆઇ, ચાર પીએસઆઈ સહિત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના 27 પોલીસ જવાનોને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં કોરોનાનો (coronavirus) કહેર વ્યાપી રહ્યો છે. ત્યારે જમાલપુરના (Jamalpur) કૉંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના  (Imran khrdawala) સંપર્કમાં આવેલા એસીપી, પીઆઇ, ચાર પીએસઆઈ સહિત ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના 27 પોલીસ જવાનોને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવ્યા છે.  મહત્વનું છે કે, કૉંગ્રેસનાં ધારાસ્ભ્ય ઇમરાન ખેડાવાલા સાથેની મિટિંગ બાદ રાજ્યનાં મુખ્યમંત્રીએ પણ સ્વેચ્છાએ એક સપ્તાહ હોમ ક્વૉરન્ટાઇ રહેવાનો નિર્ણય કર્યો હતો.

શાહીબાગ વિસ્તારનાં અસારવા ખાતે આવેલી તાર વાળી ચાલીમાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સહિત દસ વ્યક્તિનો શનિવારે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ તાર વાળી ચાલીની ફરતે લોખંડનાં પતરા લગાડીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. તેમજ શાહીબાગ પોલીસે હોળી ચકલાથી ચમનપુરા સુધી ચાલીમાંથી કોઇપણ વ્યક્તિ બહાર આવે નહીં અને બહારની વ્યક્તિ અંદર જાય નહીં તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. આ સાથે અસારવાની પતરાવાળી ચાલીમાં 10 જણાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા 4000 લોકોને કલસ્ટર ક્વૉરન્ટાઇન કરાયા છે.

અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા ખાડીયા પોલીસ સ્ટેશનના છ પોલીસ કોન્સ્ટેબલ સહિત 16 પોલીસ જવાનોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ વિભાગમાં પણ દહેશત વાપી જવા પામી છે. થોડા દિવસ પહેલા એસ.જી. હાઈવે પર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો : સરકારનો મહત્વનો નિર્ણય, 20 એપ્રિલે રાજ્યમાં માત્ર ગ્રામ્ય વિસ્તારના જ ઔધોગિક એકમો ચાલુ થશે

હાલ સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને રાજ્યમાં કોરોના સંક્રમીતનો આંકડો 1272 પર પહોંચી ગયો છે ત્યારે પોલીસ કર્મચારીઓ એવા પણ છે જે ખડે પગે ઉભા રહી પોતાના જીવની પણ પરવાહ કર્યા વગર આ સંકટ સામે લડી રહ્યા છે. જે વિસ્તારોને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે અને જ્યાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધુ છે તેવા વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓ પર પણ જોખમ વધી રહ્યું છે. ત્યારે કરફ્યુગ્રસ્ત વિસ્તારમાં કામ કરી રહેલા પોલીસ કર્મીઓની સુરક્ષા મહત્વની સાબીત થાય છે. રાજ્ય પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી આ અંગે માહિતી આપી હતી કે કરફ્યુગ્રસ્ત વિસ્તારના પોલીસકર્મીઓને પીપીઇ શૂટ અપાશે.

આ પણ જુઓ - 
First published: April 19, 2020, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading