અમદાવાદનો ગજબ કિસ્સો : પ્રેમ લગ્ન બાદ સટોડીયા પતિએ પત્નીને ચોર કહીને ઘરમાંથી કાઢી મૂકી


Updated: June 30, 2020, 8:20 AM IST
અમદાવાદનો ગજબ કિસ્સો : પ્રેમ લગ્ન બાદ સટોડીયા પતિએ પત્નીને ચોર કહીને ઘરમાંથી કાઢી મૂકી
પ્રતિકાત્મક તસવીર

સમગ્ર મામલે સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી છે.

  • Share this:
અમદાવાદ: લગ્ન બાદ થોડા જ સમયમાં યુવતીને ત્રાસ મળ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાબરમતી પોલીસસ્ટેશનમાં એવી એક ફરિયાદ નોંધાઈ છે જે ઘટના જાણીને જ હચમચી જવાય. એક યુવતીને લગ્ન બાદ તેના પતિ અને સાસુએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બંનેએ યુવતીના દાગીના તો વેચી નાખ્યા હતા અને ઉપરાંત બાળકની ફી પણ તેના પિતા ભરતા ન હતા. સમગ્ર મામલે સાબરમતી પોલીસે તપાસ હાથ ધરી છે.

સાબરમતીમાં રહેતી 34 વર્ષીય યુવતીના તેર વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. હાલમાં તે તેના પતિ અને સાસુ તથા 9 વર્ષના બાળક સાથે રહે છે. છેલ્લા ઘણા સમયથી આ યુવતી તેના સાસરિયાઓનો ત્રાસ સહન કરતી હતી. યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ કોઈ જગ્યાએ નોકરી કરે છે. પણ તે દારૂ પીવાની, જુગાર રમવાની લત ધરાવતો હોવાથી પત્ની અને બાળકો ના ખર્ચ માં પહોંચી નથી વળતો. સાથે બાળકની ફી પણ આ જ યુવતીને ભરવી પડે છે.

આ પણ વાંચો - અમદાવાદમાં સરકારી યોજનાના નામે પણ થઇ છેતરપિંડી, ઠગાઈની આવી કહાની મગજ ચકરાવી નાંખશે

થોડા સમય પહેલા યુવતીના પિયરમાંથી લગ્ન સમયે આવેલા દાગીના પણ તેની સાસુએ વેચી નાખ્યા હતા. યુવતીના પતિને ક્રિકેટ સટા માં દેવું થઈ જતા તેણે લોકો પાસેથી ઉધારી કરી હતી અને યુવતીની માતા પાસેથી પણ દોઢ લાખ મંગાવ્યા હતા.

આ પણ જુઓ - 
બાદમાં ફરી રૂપિયાની જરૂર પડતા યુવતીના પતિએ તેની પર જ ચોરીનો આક્ષેપ મૂકીને તેને બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે આ યુવતીએ પોલીસની મદદ લઈને તેના પતિ અને સાસુ સામે સાબરમતી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાશ હાથ ધરી છે.
First published: June 30, 2020, 8:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading