રાજ્યમાં યોગ્ય રીતે ચૂંટણી થઇ નથીઃ કોંગ્રેસ, CMએ કહ્યું-કાયદો કાયદાનું કામ કરશે

News18 Gujarati
Updated: April 24, 2019, 7:58 AM IST
રાજ્યમાં યોગ્ય રીતે ચૂંટણી થઇ નથીઃ કોંગ્રેસ, CMએ કહ્યું-કાયદો કાયદાનું કામ કરશે

  • Share this:
રાજ્યમાં લોકસભા ચૂંટણી માટેના મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સરેરાશ 60 ટકા મતદાન થયું હોવાનો અંદાજ છે, ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 26 સીટ પર 371 ઉમેદવારોનું ભાવી EVMમાં સીલ થઇ ગયું છે. જે 23 મેના રોજ પરિણામ આવશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપ-કોંગ્રેસના નેતાઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ કેટલાક આક્ષેપો કર્યા હતા.

રાજ્યમાં લોકસભા ચૂંટણીના મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓ જણાવ્યું કે આ વખતે ન્યાયિક રીતે ચૂંટણી થઇ નથી, અનેક જગ્યાએ કોંગ્રેસના કાર્યકરો પર હુમલા થયા છે. હાર ભારી ગયેલા ભાજપ દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા છે. વડાપ્રધાને ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ, 60 ટકા મતદાનનો અંદાજ, 371 ઉમેદવારોનું ભાવી સીલ

ભાજપ દ્વારા સરકાર તંત્રનો દૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, જો આ બધાની વચ્ચે મતદારોએ ઉત્સાહ બતાવ્યો છે. અમને સ્પષ્ટ વિશ્વાસ છે કે ગુજરાતથી પરિવર્તનની શરૂઆત થશે. મતદારોને નિર્ભય રીતે મતદાન કરવામાં ચૂંટણી પંચ નિષ્ફળ નિવડ્યું છે.

રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાનો આભાર વ્યક્તિ કર્યો હતો. રૂપાણીએ જણાવ્યું કે ભાજપના કાર્યકરો અને મીડિયાનો હું આભાર માનું છું. વાત કોંગ્રેસના આક્ષેપોની તો કોંગ્રેસ હતાશ થઇ ગયું છે, બોખલાય ગઇ છે. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે.
First published: April 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading