રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં એક હજાર બેંકકર્મી થયા સંક્રમિત, કરોના વૉરિયર બનાવવાની ઉઠી માંગ

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં એક હજાર બેંકકર્મી થયા સંક્રમિત, કરોના વૉરિયર બનાવવાની ઉઠી માંગ
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનથી અત્યાર સુધીમાં 5થી 7 હજાર કર્મચારીઓ કોરોનાના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. તેવામાં બેન્ક કર્મચારીઓને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા અને કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ જાહેર કરવા માંગ ઉઠી છે.

  • Share this:
અમદાવાદ :રાજ્યભરમાં કોરોના વાયરસનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે જેની સીધી અસર બેન્ક કર્મચારીઓ પર પણ જોવા મળી રહી છે. કોરોનાના બીજા રાઉન્ડમાં અંદાજે 1 હજાર કર્મચારીઓ સંક્રમિત થયા હોવાનો ઘટસ્ફોટ મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયને કર્યો છે અને લૉકડાઉનથી અત્યાર સુધીમાં 5થી 7 હજાર કર્મચારીઓ કોરોનાના સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. તેવામાં બેન્ક કર્મચારીઓને કોરોના સામે રક્ષણ પૂરું પાડવા અને કર્મચારીઓને પણ કોરોના વોરિયર્સ જાહેર કરવા માંગ ઉઠી છે.

દિવાળીના વેકેશન બાદ ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર જોવા મળી રહી છે અને વધતા કેસોની સંખ્યાને લઈ રાજ્ય સરકારની ચિંતા પણ વધી છે. તેવામાં કોરોનાના આ બીજા રાઉન્ડમાં હવે રાજ્યની બેંકો પણ કોરોના હોટસ્પોટ બની રહી છે. સરકારી અને ખાનગી બેંકોમાં કોરોનાના કેસ વધ્યા છે.  આ બીજા તબક્કામાં અંદાજે 1 હજાર કર્મચારીઓ સંક્રમણના ભોગ બન્યા છે. કર્મચારીઓને પડી રહેલી આ મુશ્કેલીઓ મામલે મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયન આગળ આવ્યું છે. મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનના મહામંત્રી જનક રાવલે જણાવ્યું કે, અમદાવાદ અને ગુજરાતમાં બેંકોની શાખાઓ કોરોના હોટસ્પોટ બની રહી છે.'ગુજરાત પહેલું રાજ્ય બન્યું જ્યાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે નેશનલ હાઇવે પર ટોલ નહીં ભરવો પડે'

રાજ્યભરમાં સરકારી અને ખાનગી મળી કુલ 15 હજાર શાખાઓ છે. રોજે રોજ અલગ અલગ બેંકના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં બેન્ક કર્મચારીઓ પોઝિટિવ હોય છે. હાલમાં બીજા રાઉન્ડમાં 1 હજાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે અને જ્યારથી લોકડાઉન જાહેર થયું ત્યારથી અત્યાર સુધી એટલે કે, છેલ્લા 8 મહિનામાં 5થી 7 હજાર બેન્ક કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે. અત્યાર સુધીમાં 10થી 12 કર્મચારીઓ મોતને પણ ભેટ્યા છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં થશે ઠંડીમાં વધારો

મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી યુનિયનની માંગ છે કે, બેન્ક કર્મચારીઓને કોરોના સામે પ્રોટેકશન પૂરું પાડવામાં આવે અને તેમને પણ કોરોના વૉરિયર જાહેર કરવામાં  આવે. બેંકોમાં કોરોના સંક્રમણ ફેલાવા અંગે તેઓ જણાવે છે કે, બેંકોમાં કેશની લેવડ દેવડ અને  ગ્રાહકોની ઇન્કવાયરી વધારે હોય છે.જેના કારણે  બેન્ક ગ્રાહકોમાં સોશિયલ ડિટન્સ જળવાતું નથી. બેંકમાં લાંબા સમય સુધી કેશ અવર લેવડ દેવડ ઘટાડવામાં આવે અને મોટા ભાગની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવે તો ચોક્કસ પણે કોરોના સંક્રમણ ઘટાડી શકાય. જે મામલે સ્ટેટ લેવલ બેન્કિંગ કમિટી SLBCમાં રજુઆત કરીશું.
Published by:Kaushal Pancholi
First published:November 30, 2020, 14:06 pm

ટૉપ ન્યૂઝ