ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારું વાવાઝોડું ‘નિસર્ગ’ કેટલું ખતરનાક છે?

ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકનારું વાવાઝોડું ‘નિસર્ગ’ કેટલું ખતરનાક છે?
વાવાઝોડું ‘નિસર્ગ’ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે

વાવાઝોડું ‘નિસર્ગ’ ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે

 • Share this:
  નવી દિલ્હીઃ ચક્રવાતી વાવાઝોડા અમ્ફાન (Amphan Super Cyclone) દેશના પૂર્વ દરિયાકાંઠાને વિનાશ વેર્યા બાદ બે સપ્તાહ પણ નથી થયાને હવે ભારતના પશ્ચિમ દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. આ વખતે વાવાઝોડું ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્ર (Maharashtra)ના દરિયાકાંઠા પર ત્રાટકશે. જોકે તેનો પ્રભાવ અમ્ફાન વાવાઝોડીથી ઓછો હોઈ શકે છે. હાલ તે સમગ્રપણે વાવાઝોડું પણ નથી. તે માત્ર એક ડિપ્રેશન એટલે કે દબાણ છે જે મંગળવાર સવાર સુધીમાં ડીપ ડિપ્રેશન એટલે કે ભારે દબાણમાં ફેરવાઈ શકે છે અને પછી તે એક વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાનું નામ છે નિસર્ગ (Cyclone Nisarga).

  તે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. રાયગઢ જિલ્લામાં હરિહરેશ્વરની વચ્ચે, મુંબઈના દક્ષિણમાં અને દમણ, ગુજરાત કાંઠાની ઠીક નીચે બુધવારે તે કાંઠાને ટકરાઈ શકે છે. તે સમય સુધીમાં તેના વધુ ગંભીર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં વિકસિત થવાની આશંકા છે.  વાવાઝોડા નિસર્ગની વાત કરીએ તો જો પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ તો તે એક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જશે. જેના કારણે મહારાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠા વાળા જિલ્લા તેના પૂર્વાનુમાનિત રસ્તામાં આવી જશે. જોકે હજુ પણ એ નક્કી કરવાનું બાકી છે કે આ વાવાઝોડું ક્યાં ટકરાશે, પરંતુ તે મુંબઈની નજીક હોવાની શક્યતા છે. પડોશી જિલ્લા થાણે, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ પણ પ્રભાવિત થવાની શક્યતા છે અને 4 જૂન સુધી આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

  આ પણ વાંચો, હવે કોરોનાના ગંભીર દર્દીઓને આપવામાં આવશે અમેરિકાથી મંગાવેલી આ દવા, સરકારે આપી મંજૂરી

  દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ પહેલા જ કેરળમાં આગમન કરી દીધું છે. પશ્ચિમ કાંઠે સમાનાંતર એક ડિપ્રેશન છે જે દરિયા કિનારે ઉત્તરની તરફ પોતાની તેજ ગતિમાં છે. આવી પરિસ્થિતિઓમાં અરબ સાગરના પૂર્વ-મધ્ય અને દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં પહેલા જ ખરાબ હવામાનની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, જેનું આ ચક્રાવાતના કારણે વધુ તેજ થવાની શક્યતા છે.

  જોકે, આ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસમાં વરસાદ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના કારણે નહીં પડે, જેનું નોર્થ-વેસ્ટ મૂવમેન્ટ હજુ કેરળથી શરૂ નથી થયું. સામાન્ય રીતે મહારાષ્ટ્રમાં ચોમાસું 10 જૂન બાદ આવે છે.

  આ પણ વાંચો, ભારતીય ક્ષેત્રમાં ઘૂસવાના પ્રયાસમાં ચીની સેના! લદાખ પાસે ઉડી રહ્યા છે ફાઇટર પ્લેન
  Published by:News18 Gujarati
  First published:June 02, 2020, 08:55 am