7 કલાક 46 મિનિટની ચર્ચા અને 33 નેતાઓના ભાષણ બાદ પાસ થયું GST બિલ

Haresh Suthar | Pradesh18
Updated: August 4, 2016, 11:05 AM IST
7 કલાક 46 મિનિટની ચર્ચા અને 33 નેતાઓના ભાષણ બાદ પાસ થયું GST બિલ
#જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ જીએસટી બિલ છેવટે 7 કલાક 46 મિનિટની ચર્ચા અને 33 નેતાઓના ભાષણ બાદ પાસ થયું છે. આઝાદી બાદનો અત્યાર સુધીનો ભારતીય અર્થવ્યવસ્થાનો આ સૌથી મોટો સુધારો છે. ભારતીય અર્થ વ્યવસ્થામાં 25 વર્ષના સુધારામાં આ સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

  • Pradesh18
  • Last Updated: August 4, 2016, 11:05 AM IST
  • Share this:
નવી દિલ્હી #જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એ જીએસટી બિલ છેવટે 7 કલાક 46 મિનિટની ચર્ચા અને 33 નેતાઓના ભાષણ બાદ પાસ થયું છે. આઝાદી બાદનો અત્યાર સુધીનો ભારતીય અર્થવ્યવસ્થાનો આ સૌથી મોટો સુધારો છે. ભારતીય અર્થ વ્યવસ્થામાં 25 વર્ષના સુધારામાં આ સૌથી મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ભાજપને મળ્યો વિરોધ પક્ષનો સાથ

જો વાત કરવામાં આવે તો રાજ્યસભામાં ભાજપને હજુ સ્પષ્ટ બહુમતી નથી. જેને પગલે છેલ્લા કેટલાક સમયથી જીએસટી બિલ અંગે સમજુતી થતી ન હતી. પરંતુ આ વખતે કોંગ્રેસ દ્વારા સુચવાયેલા સુધારા સરકાર દ્વારા કરાતાં કોંગ્રેસે ભાજપને સહકાર આપતાં આ બિલ પાસ થયું છે.

જેટલી ચિદંબરમ પાસે ગયા

જીએસટી બિલ પાસ થતાં ભાજપ છાવણીમાં જાણે ખુશીનો વરસાદ થયો હતો. નાણામંત્રી અરૂણ જેટલી પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમ પાસે ગયા હતા અને એમની સાથે હાથ મિલાવ્યો હતો. આ પળ સંસદમાં સૌનું ધ્યાન ખેંચનારી હતી. બંને નેતાઓએ જે તે સમયે જીએસટીને લઇને ઘણા મુદ્દાઓ પર પોતપોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.

રાજ્યસભાનો ઐતિહાસિક દિવસરાજ્યસભા માટે બુધવારનો દિવસ ઐતિહાસિક હતો. તમામ સાંસદોએ પાર્ટી લાઇન અને મતભેદ ભુલાવીને જાણે સૌથી મોટા ટેક્સ સુધારના જીએસટી બિલ માટે સમર્થન આપ્યું અને બંધારણમાં 122મા સુધાર સાથે જીએસટી બિલ પાસ થયું.

First published: August 4, 2016
વધુ વાંચો
अगली ख़बर