Vibrant Gujarat-2019: દક્ષિણ આફ્રિકા અને મોરોક્કોનાં સહયોગથી યોજાશે 'આફ્રિકન ડે'

News18 Gujarati
Updated: December 17, 2018, 4:31 PM IST
Vibrant Gujarat-2019: દક્ષિણ આફ્રિકા અને મોરોક્કોનાં સહયોગથી યોજાશે 'આફ્રિકન ડે'
પ્રતિકાત્મત તસવીર

આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ૫૪ આફ્રિકન દેશો પૈકીના ૩૨ દેશોએ સહમતી આપી છે અને બીજા વધુ કેટલાંક દેશો પણ જોડાય તેવી સંભાવના છે. ભારતમાંથી સુઝલોન, વેદાંતા, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ આ ઇવેન્ટમાં જોડાઇ રહી છે.

  • Share this:
નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે વૈશ્વિક અગ્રણીઓ અને ઉદ્યોગોના સંચાલકો ગુજરાતમાં મૂડી રોકાણ અંગે વ્યુહાત્મક ભાગીદારી, વેપાર અને ઉદ્યોગોમાં વિવિધ તકો વિશે વિચાર-વિમર્શ કરી શકે અને ગુજરાતમાં મૂડી રોકાણ થઈ શકે તે હેતુથી આગામી 19 જાન્યુઆરીના 2019 રોજ ‘આફ્રિકન ડે- આફ્રિકા દિવસ’ ની ઉજવણી કરવામાં આવશે.

આ ઈવેન્ટ્સના આયોજન માટે ઈન્ડો-આફ્રિકા ચેમ્બર્સ ઑફ કોમર્સની આયોજક પાર્ટનર માટે પસંદગી કરવામાં આવી છે તેની માહિતી આપી અગ્ર્ સચિવશ્રી હૈદરે ઉમેર્યુ હતું કે, નવમી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકા અને મોરક્કો ભાગીદાર દેશ તરીકે રહેશે. ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચેના દ્રિ-પક્ષીય વ્યાપારીક સંબંધો વધુ ફળદાયી અને વિકસિત બને એ માટે પૂરતી તકો મળે તે હેતુથી આ દિવસે સંયુક્ત મંચ પૂરો પાડવાનો એક પ્રયાસ કરવામાં આવશે.

ભારતની સૌથી મોટી બિઝનેસ સમિટમાં પ્રથમવાર આફ્રિકા ખંડના બે દેશો દક્ષિણ આફ્રિકા અને મોરોક્કો સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે રહેશે તેમ જણાવતા શ્રી હૈદરે જણાવ્યુ હતુ કે, કુદરતી સંપત્તિથી સમૃદ્ધ અને ઝડપથી વિકસી રહેલા આફ્રિકન ખંડના ઉભરી રહેલા મહત્વને દર્શાવે છે. આ સમિટમાં બંન્ને દેશો તેમના પ્રતિનિધિ તરીકે વેપાર અને ઉદ્યોગ મંત્રાલયના મંત્રીઓ – અધિકારીઓ મોકલશે. જેની સાથે સ્થાનિક વેપાર ઉદ્યોગ-ગૃહના ઉદ્યોગપતિ પણ રહેશે.

પ્રતિનિધિ મંડળમાં ઉદ્યોગ, મૂડીરોકાણ, વેપાર અને ડીજીટલ ઈકોનોમીના મંત્રીશ્રીના નેતૃત્વમાં ઉચ્ચ સરકારી અધિકારીઓ અને ઉદ્યોગકારો તેમજ ઉર્જા, ખાણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મંત્રીશ્રી પણ ઉપસ્થિત રહેશે. વધુમાં આ પ્રતિનિધિ મંડળમાં ફેડરેશન ઑફ ઈજીપ્શિઅન ઇન્ડસ્ટ્રીઝ (FEI), ઈજિપ્તના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર; ‘ઇન્વેસ્ટ સાઉથ આફ્રિકા’ના વડા અને નવી દિલ્હી ખાતેના વિવિધ આફ્રિકન દેશોના રાજદૂતો અને ઉચ્ચ આયુક્તો જોડાશે. સમગ્ર આફ્રિકન ખંડના દેશો ઉપરાંત અન્ય દેશો પણ ‘આફ્રિકન ડે’ ઈવેન્ટમાં હાજર રહેશે.

‘આફ્રિકન ડે’ની આ એક દિવસીય ઈવેન્ટની શરૂઆત સવારે પ્લેનરી સેશનથી થશે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સહિત આફ્રિકાના પ્રધાનો તથા આફ્રિકન યુનિયન અને આફ્રિકન ડેવેલપમન્ટ બેંક જેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત આફ્રિકન રાજ્યોના વડાઓ સાથે કેન્દ્ર સરકારના વરિષ્ઠ પ્રધાનો પણ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે આફ્રિકન દેશો સાથેના વેપાર-વાણિજ્ય ક્ષેત્રે રહેલા તકો અને પડકારો સંદર્ભે એક સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આફ્રિકન દેશોમાં ઉદ્યોગોને અનુરૂપ વાતાવરણ, નિકાસની તકો, જમીનની પ્રાપ્યતા, મંજૂરી, કુશળ શ્રમિકોની ઉપલબ્ધિ અને સરકારી નીતિઓ અને પ્રશાસનિક બાબતો જેવા ક્ષેત્રો પણ ભારતીય ઉદ્યોગકારો અને આફ્રિકાના દેશોમાં ઉદ્યોગકારોને એકબીજા દેશોમાં રોકાણની તકો માટે પ્રેરિત કરશે.શા માટે આ ઇવેન્ટ મહત્વની ?

આ ઈવેન્ટમાં હેલ્થકેર, ફાર્માસ્યુટિકલ, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્સટાઈલ્સ, પુન:પ્રાપ્ય ઉર્જા, ખેતી આધારિત ઉદ્યોગો, હિરા અને ઝવેરાતનો વેપાર, ખાણ અને ખનિજ અને કૌશલ્ય નિર્માણ જેવા મહત્વના વિષયો આફ્રિકન દેશોના પ્રતિનિધિમંડળનું ધ્યાન આકર્ષિત કરશે.

આ ઈવેન્ટ્સ દરમિયાન આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ અને ખનીજ વિકાસ જેવા ક્ષેત્રમાં અંદાજિત 12-15 જેટલા સમજૂતી કરાર થવાની સંભાવના છે. આ ઉપરાંત આફ્રિકન પ્રતિનિધિ મંડળ માટે ઝાયડ્સ હોસ્પીટલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિઓલોજી, અમૂલ ડેરીનું પ્રોસેસીંગ પ્લાંટ, આઈઆઈટી ગાંધીનગર, ગિફ્ટ સિટીની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આફ્રિકન અને ભારતીય કંપનીઓ તેમના પરસ્પર રસનાં ક્ષેત્રોના વિવિધ ઉત્પાદનો અને સેવાઓને પ્રદર્શિત કરી શકે એ માટે 2,200 ચોરસમીટર વિસ્તારમાં એક વિશેષ આફ્રિકા પેવેલિયન ઉભું કરવામાં આવશે.

કેટલા દેશો ભાગ લેશે ?

આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે ૫૪ આફ્રિકન દેશો પૈકીના ૩૨ દેશોએ સહમતી આપી છે અને બીજા વધુ કેટલાંક દેશો પણ જોડાય તેવી સંભાવના છે. ભારતમાંથી સુઝલોન, વેદાંતા, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ જેવી કંપનીઓ પણ આ ઇવેન્ટમાં જોડાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાત સરકારના બે પ્રતિનિધીમંડળોએ ભારતની અગ્રણી એવી આ ઇન્વેસ્ટમેન્ટ સમિટમાં આફ્રિકન દેશોનો સહયોગ વધે તે માટે વિવિધ આફ્રિકન દેશોની મુલાકાત લીધી હતી. ગુજરાત સરકારના અગ્ર સચિવશ્રી જે.પી. ગુપ્તાએ તાન્ઝાનિયા, કેન્યા અને દક્ષિણ આફ્રિકાની મુલાકાત લીધી હતી. જ્યારે પ્રવાસન વિભાગના અગ્ર સચિવશ્રી એસ.જે. હૈદરે તુર્કી, ઇજિપ્ત અને મોરોક્કોની મુલાકાત લીધી હતી.

અત્રે નોંધનીય છે કે 10-13 જાન્યુઆરી, 2017માં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટમાં આફ્રિકન ખંડમાંથી 18 આફ્રિકન દેશોના 160થી વધુ ડેલીગેટ્સએ ભાગ લીધો હતો.

 
First published: December 17, 2018, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading