Home /News /madhya-gujarat /

Ahmedabadમાં 25000 affordable houseના કામ કાજ ઠપ્પ, સપનાંનું ઘર મેળવવા જોવી પડશે રાહ

Ahmedabadમાં 25000 affordable houseના કામ કાજ ઠપ્પ, સપનાંનું ઘર મેળવવા જોવી પડશે રાહ

બિલ્ડિંગ બાંધકામ સાઈટની તસવીર

Ahmedabad news: સરકારની જોગવાઇના (Government provision) વાંકે અમદાવાદ 25000 મકાન ના કામ ઠપ્પ થઈ ચૂક્યા છે. જેને કારણે અમદાવાદીઓને (Amadavadi's dream homes) નહિ મળે તેમનું સપનાનું ઘર. અમદાવાદીઓને તેમના સપનાનું ઘર મેળવવા માટે રાહ જોવી પડશે.

વધુ જુઓ ...
Ahmedabad news: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (prime meini) વર્ષ 2022 માં દરેક વ્યક્તિને પોતાના સપનાનું ઘર (dream home) મળે તેવું જણાવ્યું હતું પરંતુ અમદાવાદમાં પીએમ મોદી સપનું રોળાઈ રહ્યું છે. સરકારની જોગવાઇના (Government provision) વાંકે અમદાવાદ 25000 મકાન ના કામ ઠપ્પ થઈ ચૂક્યા છે. જેને કારણે અમદાવાદીઓને (Amadavadi's dream homes) નહિ મળે તેમનું સપનાનું ઘર. અમદાવાદીઓને તેમના સપનાનું ઘર મેળવવા માટે રાહ જોવી પડશે.

ઘરનું ઘર સપના પૂરા કરવા હજી ઘણી વાર છે. કારણ કે સપનાના ઘરનું ચણતર અટકી પડ્યા છે. પોતાનું ઘર મેળવવા માટે એક પાઈ તો અમદાવાદી જ્યારે સરકારની affordable housing scheme જોવે છે ત્યારે પોતાનું ઘર લેવાનું સપનું પૂરું થતું હોય તેવો અનુભવ કરે છે. પરંતુ આ અનુભવ હવે કદાચ અમદાવાદીઓને મોડો થશે જેની પાછળ નુ કારણ છે ભાવ વધારો. સ્ટીલ સિમેન્ટ તમામ ચીજવસ્તુઓનો ભાવ હતા.

અમદાવાદના કોન્ટ્રાક્ટર ઇડબલ્યુએસ આવાસ યોજનાના કામ રોકી દીધા છે આ અંગે કોન્ટ્રાકટર પીન્ટુ પટેલ ના કહેવા પ્રમાણે વર્ષ 2019 માં જ્યારે સરકારે ટેન્ડર પાસ કર્યા એ બાદ કોરોના કાળ આવ્યો અને અમને કામ કરવા માટે ની રજા ચિઠ્ઠી મોડી મળી જેને કારણે કામ મોડું શુરૂ થયું આ સમય દરમિયાન સૌથી મોટી જવાબદારી કામ કરવા માટે ના માઇગ્રેટ કરાયેલા કારીગરો ને પાછા લાવવાની હતી.

અમદાવાદમાં ગોતા શીલજ મોટેરા નરોડા નિકોલ શાહવાડી સહિત અનેક વિસ્તારમાં મકાન બની રહ્યા છે જેની સંખ્યા આશરે 25000 જેવી થાય છે. એટલે કે 25000 લાભાર્થીઓ મકાન મેળવવાનો લાભ નહિ મેળવી શકે. વર્ષ 2019 માં જ્યારે મકાન બનાવવા મટે કોન્ટ્રાક્ટ પાસ થયો હતો એ બાદ વર્ષ 2021માં તમામ વસ્તુઓ નો ભાવ વધારો થયો આ ભાવ વધારા ને સમજવા માટે એક ચાર્ટ પર નજર કરો.

મટીરીયલ ભાવ (વર્ષ 2019) ભાવ (વર્ષ 2021) ભાવ વધારો


પ્લબિંગ મટીરીયલ ઇલે ક્ટ્રિક મટીરીયલ એલ્યુમિનિયમ સેક્શન. વેરીફાઈડ ટાઇલ્સ લિફ્ટ લેબર માં ઓવર ઓલ 100 થી 150 % નો ભાવ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ માઇગ્રેશન કરાયેલા મજૂરો પણ દિવાળી બાદ પરત તો આવી ગયા છે પરંતુ તેમની લેબર કોસ્ટ માં પણ વધારો જોવા મળ્યો છે. આ અંગે વિમલ પ્રજાપતિ નું કહેવું છે કે બિલ્ડીંગ મટીરીયલ કોસ્ટ વધતા હાલ એક સાઈટ બંધ હાલતમાં હોવા છતા અમને 10 લાખ ની કોસ્ટ પર પડે છે.

આ પણ વાંચોઃ-15 સેકન્ડમાં ગેરંટી ચહેરા પર આવી જશે Smile, ક્લિક કરીને જુઓ viral video

બંધ તમામ સાધનો છે જેનું ભાડું ચૂકવવું પડે છે ભાવ વધી ગયો છે અને સરકાર પેમેન્ટ ચેક પણ મોડો મળે છે એટલે આગળ પૈસા ચૂકવતા નથી. તો આ અંગે એન આર પટેલ ના કહેવા પ્રમાણે તેમની સાઈટ શાહવાડી વિસ્તાર માં ચાલે છે જ્યાં કારીગરો ને લેબર આપવા માટે ઘણી તકલીફ પડી રહી છે શાહવાડી માં મકાન મેળવવા માટે શાકભાજી ફેરિયાઓ તમામ એ એપલાઈ કર્યું છે પરંતુ આ લોકો ના ઘર ક્યારે બનશે એ અમને પણ ખબર નથી સરકાર ઇચ્છે તો જલ્દી કરી આપે છે પરંતુ પેમેન્ટ જ સમય સર નથી મળતું.

આ પણ વાંચોઃ-Video: ક્રિસમસ પર નાની બાળકીએ ગીફ્ટમાં માંગી એવી ખાસ વસ્તુ કે જાણીને આવી જશે આંખોમાં આંસુ

કોરોના બાદ બિલ્ડીંગ મટીરીયલ 46 ટકા જેટલો સરેરાશ ભાવ વધારો હોવાને કારણે ટેન્ડર લેનારાઓને આવાસ બાંધવા અઘરું લાગી રહ્યું છે. આ અંગે ચીફ એન્જિનિયર અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટ સમક્ષ લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. પરંતુ ટેન્ડરમાં ભાવ વધારો કરવાની કોઇ જોગવાઈ નથી તેઓ જવાબ મળતા હવે કોન્ટ્રાક્ટર એ કામ પડતું મૂક્યું છે. અમદાવાદના 25 હજાર જ્યારે સુરત રાજકોટ વડોદરા જુનાગઢ જામનગર સહિત તમામ મહા નગર પાલિકા ની આવાસ યોજના ના કામ થપ્પ થઈ ગયા છે જે ક્યારે શરૂ થશે એ સમય બતાવશે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news

આગામી સમાચાર