Home /News /madhya-gujarat /

અમદાવાદ: કોરોનાની સહાય માટે સંપર્ક વારસદાર એકથી વધુ હશે તો આપવું પડશે એફિડેવિટ

અમદાવાદ: કોરોનાની સહાય માટે સંપર્ક વારસદાર એકથી વધુ હશે તો આપવું પડશે એફિડેવિટ

કોરોના સહાય

અમદાવાદ શહેર 3318 અને ગ્રામ્યમાં 93 મૃત્યુ કોરોનાથી નોંધાયા છે.જેમાંથી 300 થી વધુ લોકોને સહાય ચુકવવામાં આવી છે.અમદાવાદ રહેતા કથનના સ્વજનું પણ કોરોનામાં મુત્યુ થયું હતું અને સરકારી ચોપડે નોંધાયેલ હતું

કોવિડ માં મુત્યુ થયા બાદ સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે.સહાય મેળવવા માટે ફોર્મ ભરવાનું રહેશે.જેમાં પોતાના વિસ્તારની મામલતદાર ઓફીસ અથવા તો ચાવડી પરથી ફોર્મ મેળવવાના રહે છે.જો કે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી નીચે આવતી તમામ મામલતદાર કચેરી તરફથી કોવિડમાં મુત્યુ થયું છે તેના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.અને તેને ફોર્મ ભરવા માટેનું કહેવામાં આવે છે.જો કે ફોર્મ સાથે કોવિડમાં મુત્યુ થયું છે તેનું ડેથ સર્ટિફિકે સાથે વારસદાર એક કરતાં વધારે હોય તો એફિડેવિટ ,વારસદાર નું આધાર કાર્ડ,રાશન કાર્ડ,અને બેકની માહિતી આપવાની રહેશે. સરકારી ચોપડે કોરોનાથી મૃત્યુ નોંધાયા છે તેમને સહાય આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.



અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે કોવિડમાં મુત્યુ થયું છેતેના વારસદારને સહાય આપવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે.મામલતદાર કચેરી પરથી ફોર્મ લઈને ભરીને પણ ત્યાંજ આપવાનું છે.અને કોરોનથી મુત્યુ થયાનું સરકારી ચોપડે નોંધાયેલ છે તેના વારસદારનો સંપર્ક મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર 3318 અને ગ્રામ્યમાં 93 મૃત્યુ કોરોનાથી નોંધાયા છે.જેમાંથી 300 થી વધુ લોકોને સહાય ચુકવવામાં આવી છે.અમદાવાદ રહેતા કથનના સ્વજનું પણ કોરોનામાં મુત્યુ થયું હતું અને સરકારી ચોપડે નોંધાયેલ હતું જેના કારણે મામલતદાર કચેરીમાંથી કથનને ફોન આવ્યો હતો.અને ફોર્મ ભરવા માટે કહ્યું હતું.કથન ફોર્મ કચેરીમાંથી લઈ જરૂરી પુરાવા આપીને ફોર્મ ભરીને સબમિટ કર્યું છે.જો કે કથનનું કહેવું છે કે પ્રક્રિયા સરળ છે.



કેટલાક વારસદાર તેના સ્વજન ગુમાવ્યા બાદ સહાય માટે ફોર્મ ભરવા આવી રહ્યા છે અનેક લોકોને કડવા અનુભવ થઈ રહ્યા છે યોગ્ય જવાબ ન મળવાના કારણે કચેરીએ ધક્કા ખાય રહ્યા છે.ફોર્મ ભર્યા બાદ પૂરતા પુરાવા ન હોવાથી પણ ધક્કા ખાવા પડી રહ્યા છે.તો કેટલાક લોકો સિસ્ટમના કારણે પરેશાન થઈ રહ્યા છે.
Published by:Margi Pandya
First published:

Tags: Ahmedbad News, Corona money help, Covid 19 death, Gujarat Samachar

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन