તહેવારો દરમિયાન વેપારીઓએ ફરસાણમાં વપરાતા તેલની માહિતી આપવી પડશે

News18 Gujarati
Updated: October 22, 2019, 6:10 PM IST
તહેવારો દરમિયાન વેપારીઓએ ફરસાણમાં વપરાતા તેલની માહિતી આપવી પડશે
પ્રતિકાત્મક તસવીર

દિવાળીના તહેવારો નીમિતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એડવાઇઝરી બહાર પાડવામાં આવી. વેપારીઓએ કુકિંગ ઓઇલની માહિતી નોટિસ બોર્ડ પર લગાવવી પડશે

  • Share this:
હિતેન્દ્ર બારોટ , ગાંધીનગર : દિવાળીના (Diwali) તહેવાર (festival) દરમિયાન ફરસાણ અને મીઠાઈ (Sweets)માં થતી ભેળસેળ અટકાવવા માટે સરકાર દ્વારા એક માર્ગદર્શીકા તૈયાર કરવામાં આવી છે. આ માર્ગદર્શીકા (Advisory) મુજબ ફરસાણના વેપારીઓએ દુકાનની બહાર નોટિસ બોર્ડ લગાવી અને કુકિંગ ઓઇલ વગેરેની વિગતો લખવાની રહેશે.

વેપારીઓએ નોટિસ બોર્ડ કુકિંગ ઓઇલની વિગતો, જેમાં ખાદ્ય તેલના પ્રકારો, ફેટ વગેરેની માહિતી લખવાની રહેશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશન હેમંત કોશિયાએ ગાંધીનગર ખાતે આજે એક વાતચીતમાં જણાવ્યું હતું કે ' જ્યાં વસ્તુ બને ત્યાં સ્વચ્છતા આવશ્યક છે. દૂધની બનાવટો ક્યાં સુધી વાપરી શકાશે તેની માહિતી આપવાની રહેશે. આ સમય દરમિયાન ડિમાન્ડ સપ્લાયનો ગેપ ઊભો થતો હોવાથી રાજ્ય સરકારે એડવાઇઝરી બહાર પાડી છે.'

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં

નોટિસ બોર્ડમાં ફરસાણના તેલની વિગત લખવી

વેપારીઓએ ક્યાં તેલમાં ફરસાણ તળ્યું છે તેની માહિતી આપવાની રહેશે. કુકિંગ મીડિયમ અંતર્ગત તેલને વારંવાર વાપરવાનું રહેતું નથી.તેવી રીતે મીઠાઈમાં ક્યાં પ્રકારનું ઘી વાપર્યુ છે તેની પણ માહિતી આપવાની રહેશે. કોશિયાએ જણાવ્યું કે ઉત્પાદકોએ માવો, ઘી વગેરે જેવા રૉ મટિરિયલની ફૂડ સેફ્ટિ જાળવવાની રહેશે.આ પણ વાંચો : નિરંતર પ્રયાસ અને પરિશ્રમથી કોઈ પણ કામ કરવું શક્ય: અઝીમ પ્રેમજી

તેલના ટીપીસી 25થી વધારે ન હોવા જોઈએ

ફૂડ એન્ડ ડ્રગ કમિશનર કોશિયાએ વધુમાં જણાવ્યું કે ભારત સરકારે નક્કી કરેલી મર્યાદા મુજબ ફરસાણ માટે વપરાતું તેલ 25 ટીપીસીથી વધારે માપનું ન હોવું જોઈએ. વેપારીઓએ એકનું એક તેલ વારંવાર ઉપયોગમાં ન લેવું જોઈએ. અમે ટીપીસીના નોર્મ્સ ચકાસવા માટે અમે ડ્રાઇવ શરૂ કરી છે. ગત ઝૂંબેશમાં અમદાવાદની માતબર બ્રાન્ડના 10માંથી 4 સંસ્થાઓના નમૂના ફેલ થયા હતા.
First published: October 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading