પ્રથમ તબક્કાનાં મતદાનમાં 17 % ઉમેદવારો ગૂનેગારો: એક ઉમેદવાર પાસે રૂ 895 કરોડ

News18 Gujarati
Updated: April 5, 2019, 4:36 PM IST
પ્રથમ તબક્કાનાં મતદાનમાં 17 % ઉમેદવારો ગૂનેગારો: એક ઉમેદવાર પાસે રૂ 895 કરોડ
પ્રતિકાત્મક તસવીર

કોંગ્રેસનાં કોંડા વિશ્વેશ્વર રેડ્ડીની મિલકત સૌથી વધુ એટલે રૂપિયા 895 કરોડ છે.

  • Share this:
અમદાવાદ: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલનાં રોજ યોજાશે. પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણીમાં જે ઉમેદવારો ઉભા રહ્યાં છે તેમની સામે ગૂના નોંધાયા છે કે નહીં અને તેમની પાસે કેટલી સંપતિ છે તેનું વિશ્વેષણ કરતો અહેવાલ એસોશિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR)  દ્બારા બહાર પાડવામાં આવ્યો છે.

આ અહેવાલ પ્રમાણે, લોકસભાનાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કુલ 91 બેઠકો પર યોજાશે. આ 91 બેઠકો પર 1279 ઉમેદવારો માંથી 1266 ઉમેદવારોનાં સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. 13 ઉમેદવારોના સોગંદનામાં બરાબર વંચાતા નથી.

આ વિશ્વેષણમાં બહાર આવેલી મહત્વની વિગતો

- 17% ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેમાંથી 12 % ઉમેદવારો સામે ખૂન, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગૂનાઓ દાખલ થયેલા છે

- 91 બેઠકો માંથી 37 બેઠકો (40%) રેડ એલર્ટ બેઠકો તરીકે અંકિત થયેલી છે કે જેમાં સૌથી વધુ જીતવાની શક્યતા ધરાવતા 3 થી વધુ ઉમેદવારોની સામે ગંભીર ગુનાઓ દાખલ થયેલા હોય. આવા સંજોગોમાં મતદારો પાસે સારા ઉમેદવાર ચૂંટવાની કોઈ તક રહેતી નથી.

- 1266 માંથી 401 (32%) ઉમેદવારો કારોડપતિ છે. ઉમેદવારોની સરેરાશ મિલકત 6.63 કરોડ છે.- કોંગ્રેસનાં કોંડા વિશ્વેશ્વર રેડ્ડીની મિલકત સૌથી વધુ એટલે 895 કરોડ છે.

-49 % ઉમેદવારો ગ્રેજ્યુએટ અથવા તેનાંથી વધુ ભણેલા છે

-53 %ઉમેદવારો 41 થી 60 ઉંમરનાં છે

- 1266 ઉમેદવારોમાંથી માત્ર 89 ( 7%) મહિલા ઉમેદવારો છે.
First published: April 5, 2019, 4:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading