Home /News /madhya-gujarat /

સાંસદોનું રિપોર્ટ કાર્ડ: સંસદમાં અડવાણી, રાદડિયા અને કે.સી પટેલે એક પણ સવાલ ન પૂછ્યા

સાંસદોનું રિપોર્ટ કાર્ડ: સંસદમાં અડવાણી, રાદડિયા અને કે.સી પટેલે એક પણ સવાલ ન પૂછ્યા

કે.સી. પટેલ, રાદડિયા,, અડવાણી,

રાદડિયા એ માત્ર 45 સિટિંગમાં હાજરી આપી જ્યારે જયશ્રીબેન પટેલ (મેહસાણા) એ સૌથી વધુ એટ્લે કે 307 સિટિંગમાં હાજરી આપી.

    અમદાવાદ: લોકોએ ચૂંટીને સંસદમાં મોકલેલા સાંસદોએ શું કામ કર્યુ તેનું એક વિશ્લેષણ કરતો અહેવાલ એસોશિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

    આ અહેવાલ મુજબ, 16મી લોકસભામાં સાંસદોની હાજરી અને તેમણે પૂછેલા સવાલો અંગે એક અહેવાલ ADR તરફથી બહાર પાડ્યો છે. આ અહેવાલમાં સાંસોદોની હાજરી સંબંધી ડેટા PRS સંસ્થા તરફથી મેળવ્યા છે. સાંસદને દૈનિક ભથ્થું મેળવવા માટે તેમની સિટીંગ દીઠ હાજરી પુરવવી સેલરી, એલાઉન્સ એન્ડ પેન્શન ઓફ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એક્ટ 1954 હેઠળ ફરજિયાત હોય છે. આ વિશ્લેષણ 521 સાંસદોનું કરેલું છે. મિનિસ્ટર, પીએમ, અને વિરોધપક્ષના નેતાનો સમાવેશ થયેલો નથી.

    આ અહેવાલ મુજબ, 16મી લોકસભાનાં કુલ 8 સેશન રહ્યા હતા. જે 14 લોકસભાની સરખામણીમાં સૌથી ઓછા છે. 8 સેશન દરમ્યાન કુલ 312 સિટિંગ યોજાયા હતા. ગુજરાતમાંથી ચૂંટાયેલા સાંસદોમાં કે. સી પટેલ (વલસાડ), એલ. કે. આડવાણી (ગાંધીનગર) અને વિઠ્ઠલભાઈ રાદડીયા (પોરબંદર) એ એકપણ સવાલ પુછ્યા નહોતા.

    આ અહેવાલમાં આવેલા રસપ્રદ વિગતો:

    લોકસભામાં રજૂ થયેલ 273 ખરડાઓમાં 240 પાસ થયા. 10 પાછા ખેંચાયા. 23 પેન્ડિંગ છે.

    26 મી લોકસભા માં 562 MP ઓએ સરેરાશ 251 સવાલો કર્યા. 221 સિટિંગ માં હાજર રહ્યા.

    દિલ્લી ના 7 MP ઓની હાજરી સૌથી વધુ રહી. તેમણે 289 સિટિંગ માં હાજરી આપી.

    નાગાલેંડના 2 MP ની હાજરી સૌથી ઓછી છે. તેઓ માત્ર 88 સિટિંગ માં જ હાજર રહ્યા.

    મહારાષ્ટ્રના એમપી ઓ એ સૌઠો વધુ પ્રશ્ન પૂછ્યા. તેમણે 534 સવાલો પૂછ્યા.

    નાગાલેંડ ના MP ઓ એ સૌથી ઓછા એટ્લે કે સરેરાશ 12 સવાલો પૂછ્યા.

    સુપ્રિયા સુલે (NCP) મહારાષ્ટ્ર ના MP એ સૌથી વધુ 1181 સવાલો પૂછ્યા.

    NPP (નેશનલ પીપલ્સ પાર્ટી) ના સાંસદ સભ્યોએ સૌથી ઓછા એટ્લે સરેરાશ 10 સાળો પૂછ્યા.

    શિવ સેના ના 18 MP ઓ એ સૌથી વધુ એટ્લે કે 639 સવાલો કર્યા છે.

    NPP પાર્ટીના ના MP ની હાજરી સૌથી ઓછી રહી એમણે માત્ર 86 સિટિંગ માં હાજરી આપી. જ્યારે INLD (ઇંડિયન નેશનલ લોક દલ) પક્ષ ના MP ઓએ સૌથી વધુ એટ્લે 264 સિટિંગ માં હાજરી આપી. નારણભાઇ કાછડિયા એ સૌથી વધુ 759 સવાલ પૂછ્યા.

    વિઠ્ઠલભાઈ રાદડિયા એ માત્ર 45 સિટિંગમાં હાજરી આપી જ્યારે જયશ્રીબેન પટેલ (મેહસાણા) એ સૌથી વધુ એટ્લે કે 307 સિટિંગમાં હાજરી આપી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: ADR, Indian, K C patel, MPs, Radadia, અડવાણી, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन