Home /News /madhya-gujarat /ADC બેંક માનહાનિ કેસ : રાહુલને 12મી જુલાઇએ કોર્ટમાં હાજર રહેવા આદેશ

ADC બેંક માનહાનિ કેસ : રાહુલને 12મી જુલાઇએ કોર્ટમાં હાજર રહેવા આદેશ

રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

એડીસી બેંક દ્વારા કરાયેલ માનહાનિ કેસમાં કોંગ્રેસ અધયક્ષ રાહુલ ગાંધીએ 12મી જુલાઈએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં ફરજીયાત હાજર થવાનું રહેશે.

    સંજય જોશી, અમાદવાદ : એડીસી બેંક દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે કરાયેલા માનહાનિના કેસમાં આજે (સોમવારે) રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી છે. નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સના માધ્યમથી રાહુલ ગાંધીએ રુપીયા 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરવામા આવ્યા હોવાની વિગતો જાહેર કરી હતી. આની સામે એડીસી બેંક ડિરેક્ટર દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કરવામાં આવ્યો હતો. કોર્ટે આજ રોજ રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.

    આજે રાહુલ ગાંધીના વકીલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને કોર્ટમાં રજુઆત કરી હતી કે પંડીત જવાહરલાલ નેહરુની 55મી પુણતિથિ નિમિત્તે અધિકૃત કાર્યક્રમો દિલ્હીના શાંતિવન ખાતે રાખેલા છે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીની હાજરી અનિવાર્ય હોઈ આજે તેઓ કોર્ટ સમક્ષ હાજર રહી શકે તેમ નથી. આ માટે વકીલે કોર્ટમાં મુદ્દત માટે અરજી કોર્ટમાં મૂકી હતી જે કોર્ટે મંજૂરી રાખી હતી. જોકે, કોર્ટે આગામી તારીખ 12મી જુલાઈના રોજ રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ ફરજીયાત હાજર રહેવું પડશે તેવી શરત પણ મૂકી છે.

    ઉપરાત રાહુલ ગાંધીના વકીલે રાહુલ ગાંધીને ગુજરાતી ભાષા વાંચતા કે લખતા ન આવડતી હોઈ કેસને લગતા તમામ ડોક્યુમેન્ટસની સર્ટિફાઈડ કોપી માંગી આવી હતી. સાથે જ તેનું ઓફિસિયલ ટ્રાન્સલેશન પણ માંગ્યું છે. આ મામલે કોર્ટે તમામ ડોક્યુમેન્ટની સર્ટિફાઈડ કોપી આપવાનો હુકમ કર્યો છે. હવે આ કેસમાં વધુ સુનાવણી આગામી તારીખ 12મી જુલાઈ ના રોજ રાખવામા આવી છે.

    આ બાબતે રાહુલ ગાંધીના વકીલ પંકજ ચાપાનેરીએ જણાવ્યું હતું કે, પંડીત જવાહરલાલ નેહરુની 55મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ હોવાથી તેઓ આજે કોર્ટમાં હાજર થઈ શકશે નહીં. રાહુલને ગુજરાતી આવડતું ન હોવાથી સમગ્ર ડોક્યુમેન્ટની કોપી ટ્રાન્સલેટ કરી આપવા કોર્ટમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં કોર્ટે સર્ટિફાઈડ તમામ ડોક્યુમેન્ટ્સ રાહુલ ગાધીના વકીલને આપવાનો હુકમ કર્યો છે. જોકે, ટ્રાન્સલેટ કરી આપવાનો હજુ કોઈ હુકમ કર્યો નથી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Amit shah, અમદાવાદ, રાહુલ ગાંધી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन