અમદાવાદમાં Acid attack: 30 વર્ષના લગ્નજીવન બાદ પતિની ક્રૂર ભડાશ, પત્ની પર ફેંક્યું એસિડ

અમદાવાદમાં Acid attack: 30 વર્ષના લગ્નજીવન બાદ પતિની ક્રૂર ભડાશ, પત્ની પર ફેંક્યું એસિડ
પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો

30 વર્ષના લગ્નજીવન બાદ પતિ અને પત્ની વચ્ચે વધી રહેલા ઝઘડાની અદાવત રાખીને પતિએ અડધી રાતે નિંદર માણી રહેલા પત્ની પર જ્વલનશીલ એસિડ જેવી પદાર્થ નાંખી ને પલાયન

  • Share this:
અમદાવાદ : પતિ પત્ની વચ્ચેના ઘરેલુ હિંસાના બનાવો ક્યારેક એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે જે સ્વપ્ને પણ વિચાર્યું ના હોય. આવો જ એક બનાવ શહેરના વેજલપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. 30 વર્ષના લગ્નજીવન બાદ પતિ અને પત્ની વચ્ચે વધી રહેલા ઝઘડાની અદાવત રાખીને પતિએ અડધી રાતે નિંદર માણી રહેલા પત્ની પર જ્વલનશીલ એસિડ જેવી પદાર્થ નાંખી ને પલાયન થઈ ગયો છે.

વેજલપુરમાં રહેતી એક યુવતી એ પોલીસ ફરિયાદ આપી છે કે, તે તેની માતા અને ત્રણ ભાઈ બહેન સાથે વેજલપુર વિસ્તારમાં રહે છે. લગ્ન જીવન દરમિયાન તેની માતા અને પિતા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને ક્યારેક તેના પિતા મારઝૂડ પણ કરતા હતા. તેના પિતા શંકાશીલ સ્વભાવના હોવાથી તેની માતાને શંકાની દૃષ્ટિએ જોઈને ઝઘડો કરતા હતા. જોકે પાંચ સંતાનોની જવાબદારી હોવાથી તેની માતા આ ત્રાસ મૂંગા મોઢે સહન કરતી હતી. પરંતુ અવારનવાર ઝઘડાના કારણે મકાનમાલિક મકાન ખાલી કરાવી દેશે તેવી ડરના કારણે છેલ્લા એકાદ માસથી તેના પિતાને ઘરે આવવા દેતા ન હતા. જોકે ક્યારેક આવે તો તેઓ જમીને જતા રહેતા હતા પરંતુ આ દરમિયાન પણ ઝઘડો કરતા હતા.અમદાવાદ: દિવાળી કામ કાઢ્યું છે? તો આ બાબતોનું ધ્યાન રાખજો નહીં તો....

અમદાવાદ: દિવાળી કામ કાઢ્યું છે? તો આ બાબતોનું ધ્યાન રાખજો નહીં તો....

રવિવારે સાંજના સમયે ફરિયાદીની માતા અને તેનો ભાઈ દશેરા હોવાથી ફાફડા-જલેબી લેવા માટે ગયા હતા, ત્યારે તેના પિતાએ તેની માતાને હાથમાં પકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમને સમજાવી ને તેઓ ઘરે આવ્યા હતા. જો કે ઘરે પણ તેના પિતાએ ઝઘડો કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પરંતુ જો ફરિયાદીમાં પિતા સામે કેસ કરશે તો ખર્ચ પોતાને કરવો પડશે, અને પોતે આર્થિક અત્યારે ન હોવાથી પોલીસ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું અને સમાધાન કર્યું હતું.

કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી ગુપ્ત અંગો બતાવવાનું ભારે પડ્યું

કડવો અનુભવ: અમદાવાદની યુવતીને Video કોલિંગ કરી ગુપ્ત અંગો બતાવવાનું ભારે પડ્યું

ત્યારબાદ ફરિયાદના પિતા ત્યાંથી જતા રહ્યા હતા. જોકે મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ફરિયાદી તેની માતા અને ત્રણ ભાઈઓ સુઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક જ તેની માતાએ બૂમાબૂમ કરી હતી જેથી બાજુમાં સૂતેલા ફરિયાદીએ જોતા જ તેની માતાના ચહેરા પર કોઈ પ્રવાહી પદાર્થ પડ્યો હતો અને ચહેરાનો અને પેટનો ભાગ બળી ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું. જો કે બારી તરફ નજર કરતા તેના પિતા ત્યાંથી ફરાર થઈ રહ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું. આ ઘટનામાં ફરિયાદીને પણ હાથના ભાગે ઈજા પહોંચી હતી જ્યારે તેના ભાઇઓને પણ સામાન્ય ઇજા પહોંચી છે.
Published by:kiran mehta
First published:October 26, 2020, 21:10 pm