અમદાવાદ : સાયબર ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી અલગ-અલગ 2 મોડસ ઓપરેન્ડીથી લોકો સાથે છેતરપિંડી કરતો હતો. નોંધનીય છે કે, મહિલાઓને ફ્રી ઇનરવેર આપવા ના બહાને તેમના અંગત ફોટો મેળવી બ્લેક મેલ કરતો હતો. અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી સુરજ ગાવલે ની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો.
આરોપી સામે એક મહિલાએ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી અને જેમાં તેને મહિલાના કપડાં અને કપડાં વગરના ફોટો મેળવી તેમને whatsappમાં બીભત્સ મેસેજ કરી અને વિડિઓ મોકલી બ્લેજ મેલ કરતો હતો અને જેના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે, આરોપી અલગ અલગ રીતે મેસેજ કરી મહિલાઓને ફ્રીમાં ઇનરવેર આપવાનું કહી તેમની પાસેથી ફોટો મંગાવી બ્લેક મેલ કરતો હતો.
આ પણ વાંચો -
અમદાવાદ : 'લગ્નની લાલચ આપી પ્રેમીએ છૂટાછેડા કરાવી શરીર સબંધ બાંધ્યો, અને બીજે લગ્ન કરી દીધા'
સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું છે કે, આરોપી આની સાથો સાથ શ્રી રામ ફાઇનાન્સ ગ્રુપમાંથી લોન આપવાના બહાને છેતરપિંડી પણ કરતો હતો. સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, આરોપીએ વાર્ષિક 1.2ના ટકાના દરે લોન અપાવે છે અને તેમની પાસેથી 1.36 લાખની છેતરપિંડી કરી તેમને લોન નહીં અપાવી છેતરપિંડી કરી હતી. જેથી આરોપીની બંને ગુનામાં ધરપકડ કરી છે.
આ પણ વાંચો -
અમદાવાદ : દારૂડિયા પતિએ સાસરેથી આવેલા દાગીના વેચી માર્યા, પત્નીએ પોતાના દાગીના બચાવવા કર્યું કઈક આવું
આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી 12 સુધીનો અભયાસ કરેલ છે અને તેને અત્યાર સુધી કેટલા લોકો સાથે છેતરપિંડી કરેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહયું છે. આ મામલે acp સાયબર ક્રાઈમ જે.એમ.યાદવનું કેહવું છે કે, તપાસ હાલ ચાલી રહી છે અને તપાસમાં વધુ વિગતો સામે આવશે.