અમદાવાદ : શહેરમાં (Ahmedabad)એક જ રાત્રે ATM ચોરીના (Theft)બે બનાવ પોલીસ ચોપડે નોંધાયા હતા. જેમાંથી રામોલ વિસ્તારમાં atm તોડી ચોરીના પ્રયાસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જોકે મણિનગર (Maninagar)વિસ્તારમાં બનેલા બનાવ અંગે પોલીસની તપાસ ચાલુ છે. મહત્વનું છે કે આરોપી મોજશોખ માટે રૂપિયાની જરૂર હોવાથી ચોરીના રવાડે ચઢ્યો હતો. રામોલ પોલીસની (Ramol Police)કસ્ટડીમાં આવેલ આરોપીનું નામ યસ ઉર્ફે હની ચૌહાણ છે. જે રામોલ વિસ્તારનો વતની છે. જેણે 15 તારીખે વહેલી સવારે વસ્ત્રાલમાં આવેલા ખાનગી બેંકના એટીએમનું ડિજિટલ લોક તોડી ચોરીને અંજામ આપવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે આરોપી સફળ થાય તે પહેલા જ એટીએમમાં રહેલું સાયરન વાગતા આરોપી નાસી છૂટયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી યસ ઉર્ફે ફની ચૌહાણની ધરપકડ કરી છે.
મહત્વનું છે કે 15 તારીખે શહેરના મણિનગર વિસ્તારમાં પણ atm તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંગે પણ આરોપીની પૂછપરછ તથા cctvની ચકાસણી કરવામા આવી હતી. જોકે તે અન્ય આરોપી હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ તપાસ કરતા આરોપીએ સીસીટીવી કેમેરા પણ ફેરવી નાખ્યા હતા. જોકે સીસીટીવીમાં તેનો ચહેરો દેખાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આરોપી યુવકની પૂછપરછ કરતા માત્ર મોજશોખ ખાતર રૂપિયાની જરૂર હોવાથી અને એટીએમમાં મોટી માત્રામાં રૂપિયા મળશે તેવી અપેક્ષાથી ચોરી કરવાનો પ્લાનિંગ કર્યો હતો. જોકે ડિજિટલ લોક અને સાયરન વાગી જતા આરોપી ચોરી કર્યા વિના જ ફરાર થયો હતો.
એક જ રાતમાં એટીએમ ચોરીના બે બનાવ બનતા શહેરભરની પોલીસ દોડતી થઈ હતી. જોકે વસ્ત્રાલમાં બનેલા ગુનામાં આરોપી ઝડપાઈ ગયો છે પરંતુ મણિનગરના ગુનાનો આરોપી હજી પોલીસ પકડથી દૂર છે. ત્યારે જોવું એ રહ્યું કે એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં સંડોવાયેલ આરોપી પહેલા પકડાય છે કે તે અન્ય કોઈ ગુનાને અંજામ આપવામાં સફળ રહે છે. મણિનગર પોલીસે એટીએમ ચોરીના અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર