અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)ફરી એક વાર પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયેલ આરોપી ઉમેશ ખટિકને પકડી પાડયો છે. આરોપીને થોડા દિવસ પહેલા ક્રાઈમ બ્રાન્ચે પકડીને નારોલ પોલીસને (Narol Police)સોંપ્યો હતો પરંતુ આરોપી (Accused)નારોલ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો અને જેને શોધવા ટીમો કામે લાગી ગઈ હતી. જોકે આરોપી એટલો ચાલાક હતો કે પોલીસથી બચવા માટે અલગ અલગ રીતે છુપાઈને રહી રહ્યો હતો.
પોલીસને માહિતી મળી હતી કે આરોપી ઉમેશ એક્ટિવા લઈને નીકળવાનો છે. જેથી તેને રોકી તપાસ કરતા સામે આવ્યું કે આ એક્ટિવા તેને ચોરી કરી છે. વિગતવાર તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી પોલીસથી બચવા પેહલા 15 દિવસ રાજસ્થાન જતો રહ્યો હતો અને ત્યાર બાદ પરત આવીને ગાંધીનગર અને અડાલજમાં સરકારી હોસ્પિટલમાં ફ્રેશ થઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી એક્ટિવા ચોરી કરીને ફેરવતો હતો અને ત્યાર બાદ કામ પૂરું થયા બાદ એક્ટિવાને કલોલ પાર્કિંગમાં મૂકીને રાજસ્થાન જતો રહેતો હતો.
આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો આરોપી સામે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં ફરિયાદ દાખલ થયેલ છે. આરોપી સામે ચોરી અને ચેઈન સ્નેચિંગના અનેક ગુનાઓ દાખલ થયેલ છે. આરોપી ફ્લાઈટમાં તેલંગાણા અને કર્ણાટકમાં જઈને ચેઈન સ્નેચિંગ કરીને પરત ફ્લાઈટમાં આવી જતો હતો.
અમદાવાદ સહિત દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 30થી વધુ ગુનાઓ દાખલ થયેલ છે. 2 વાર પાસા અને એક વાર તો આરોપીને તડીપાર પણ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આરોપી ફરાર હતો તે દરમ્યાન કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ?
પોલીસકર્મીએ જ કંટ્રોલરૂમમાં ફોન કરી કહ્યું પોલીસ મોકલો, પીઆઇના ત્રાસથી હું...
શહેર પોલીસ (Ahmedabad Police)સામાન્ય પીધેલા લોકોને તો પકડે એમાં કોઈ નવાઈ નથી હોતી. પણ હવે તો ખુદ પોલીસકર્મી જ દારૂ (Alcohol)પી ને નાટક કરતા મામલો ગરમાયો છે. એક પોલીસ સ્ટેશનના પોલીસકર્મીએ પોલીસ કન્ટ્રોલરૂમમાં (Police control room)ફોન કર્યો અને કહ્યું કે પીઆઇના ત્રાસથી હું આત્મહત્યા (Suicide)કરી લઈશ. આ અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ થતાં જ તેઓ દોડતા થયા હતા. બાદમાં આ પોલીસકર્મીને ઘરેથી જ ઉઠાવી લીધો હતો. આજે પૂછપરછમાં તેણે નશો કર્યો હોવાનું લાગતા તપાસ કરતા તે પીધેલો હોવાનું સામે આવ્યું જેથી પોલીસે આ જ પોલીસકર્મી સામે ગુનો નોંધ્યો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર