અમદાવાદઃ 11 કરોડની 28 વિઘા જમીન પચાવી પાડવાનો મામલો, વધુ એક આરોપી પ્રફુલ વ્યાસ ઝડપાયો
અમદાવાદઃ 11 કરોડની 28 વિઘા જમીન પચાવી પાડવાનો મામલો, વધુ એક આરોપી પ્રફુલ વ્યાસ ઝડપાયો
પકડાયેલા આરોપીની તસવીર
પ્રફુલ તથા તેના સગરીતો ભરતસિંહ , બિલ્ડર વિનોર ઉર્ફે રાવણ અને અન્ય 6 આરોપીએ મળી દસ્ક્રોઈના વડોદ ગામના વતની મંગાજી ઠાકોરની 11 કરોડની 28 વિઘા જમીન જમીન પચાવી પાડી હતી.
અમદાવાદઃ રાજ્યમાં જમીન પચાવી પાડતા ગુનેહગારોને કાબુમાં લેવા માટે સરકારે લેન્ડ ગ્રેબીંગ એક્ટ (Land Grabbing Act) તો બનાવ્યો. પરંતુ હવે તેના આરોપીને ઝડપી પાડવા પોલીસ માટે માથાનો દુખાવો બની ગયો છે. તેવામાં રામોલ પોલીસ મથક વિસ્તારમાં મંગાજી ઠાકોરની (Mangaji thakor) 11 કરોડની જમીન પચાવી લેવાના કેસમાં 3 મહિના પહેલા 9 આરોપી વિરુધ્ધ ગુનો નોંધાયો હતો.
જેમાંથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના (Ahmedabad) રામોલ પોલીસની (ramol police station) કસ્ટડીમાં આવેલો આરોપી પ્રફુલ વ્યાસ છે. આરોપી એ પોતાના સાગરિતો સાથે મળી દસ્ક્રોઈના વડોદ ગામના વતની મંગાજી ઠાકોરની 28 વિઘા જમીન પચાવી પાડી હતી.
પ્રફુલ તથા તેના સગરીતો ભરતસિંહ , બિલ્ડર વિનોર ઉર્ફે રાવણ અને અન્ય 6 આરોપીએ મળી ફરિયાદીની 11 કરોડની જમીન પચાવી પાડી હતી.. આરોપીએ ફરિયાદીને ટુકડે ટુકડે 1.20 કરોડ આપી ઉપરની રકમ ચુકવી નથી જે અંગે ફરિયાદ નોંધાતા પોલીસે 3 મહિના બાદ પહેલી ધરપકડ કરી છે.
બનાવની વાત કરીએ તો મંગાજીની જમીનમાં ખોટા દસ્તાવેજોથી માંડી સંખ્યાબંધ વાંધા હતા. જે તમામ વાંધા દૂર કરી ફરિયાદી પાસેથી 11.11 કરોડની જમીન ખરિદવાના બહાને છેતરપિંડી આચરી હતી. ફરિયાદી મંગાજીને રજીસ્ટાર ઓફિસે બોલાવી રુપિયા ભરેલો થેલો બતાવીને પહેલા દસ્તાવેજો પર સહી કરાવી દેવામાં આવી હતી.
બાદમાં રૂપિયા આપ્યા વિના અને ફરિયાદી તથા તેની સાથે રહેલા લોકોને ધમકાવી રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયા હતા. જે ગુનામાં સંડોવાયેલ 6 આરોપી વિરમ દેસાઈ. આંબાભાઈ વાટલીયા. ચંદુભાઈ ધાનાણી. ડુંગરભાઈ કોતડીયા અને વિરમ રૂપાપરા વિરુધ્ધ હાઈકોર્ટે ધરપકડનો સ્ટે મુક્યો છે. જો કે તે સિવાયના અન્ય આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
11 કરોડની જમીન પચાવી લેવાના ગુનામા આરોપીએ રૂપિયા ન આપી દસ્તાવેજો પર સહીઓ કરાવી જમીન કબ્જે કરી લીધી હતી. જોકે રુપિયા લેવા ગયેલા ફરિયાદી ને હથિયાર બતાવી ધમકી આપી હતી.. જેથી પોલીસે બિલ્ડર સહિત ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે. જોકે આ કેસમાં આરોપી પકડાયા બાદ વધુ ખુલાસા થઈ શકે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર