અમદાવાદઃ સોશિયલ મીડિયાનો (social media) દુરુપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરવું એક યુવકને ભારે પડ્યું છે. થોડા સમય માટેની મજા માટે લોક રક્ષક ભરતી બોર્ડના (lok rakshak bharti board) ચેરમેનના ટ્વીટનો (twitter) એડિટ કરેલો સ્ક્રીનશોર્ટ વાઇરલ કરતા સાયબર ક્રાઈમએ (cyber crime) આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને ગેરમાર્ગે દોરે તેવો મેસેજ સોશિયલ મીડિયા માં વાયરલ કરવાના ગુના માં પોલીસ એ વડગામ ના દીપક ઠાકોર નામના યુવક ની ધરપકડ કરી છે. આરોપી દીપક ઠાકોર લોક રક્ષક ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલના ટ્વીટર એકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વીટ નો સ્ક્રીન શોટસ લઈને અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ માં વાયરલ કર્યો હતો.
જેમાં તેણે ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા માટે લખ્યું હતું કે આજે લેવાયેલ લોક રક્ષક પરીક્ષામાં જે ઉમેદવારને 40થી વધારે અને શારીરિક ક્ષમતા કસોટીમાં 10 કરતાં વધારે માર્ક આવેલ છે. એ તમામ ઉમેદવારોને આગામી સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જેને લઇને ઉમેદવારોમાં ખોટો મેસેજ જતા આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સાયબર ક્રાઇમ બ્રાન્ચે વાયરલ થયેલ મેસેજને આધારે તમામ શંકાસ્પદ સોશિયલ મીડિયા આઈડી નો ડીપ સર્ચ કરી હતી. તેમજ એક પછી એક whatsapp ગ્રુપ ના એડમીન નો સંપર્ક કરીને તપાસ કરી હતી. સાયબર ક્રાઇમની તપાસના અંતે આરોપી બનાસકાંઠા નો દિપક ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.
દિપક BSC સેમેસ્ટર 6 અભ્યાસ કરે છે અને તેને પણ LRDની પરીક્ષા આપી હતી. LRDની પરીક્ષામાં ઉમેદવારો આ પ્રકારનો મેસેજ વાંચીને ઉત્સાહી થાય અને ગેરમાર્ગે દોરાય તેમજ ઉમેદવારોમાં ચર્ચાનો વિષય બનાવવા ના ઉદ્દેશથી આ ખોટો મેસેજ વાયરલ કર્યું હોવાનું સાઇબર ક્રાઇમ સમક્ષ કબૂલ્યું છે.
કોઈપણ પરીક્ષા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે ખોટા મેસેજ કરવા તથા લોકોને તે બાબતે ખોટી રીતે ભ્રમિત કરવા તે ખૂબ જ ગંભીર બાબત છે.. અને આવું કરનાર વ્યક્તિ સામે સજાપાત્ર ગુનો બને છે. જેથી સોશિયલ મીડિયા પર ફરતા કોઈપણ વિડીયો પિક્ચર અથવા તો માહિતીને ચકાસ્યા વગર વાઇરલ ના કરવા જોઈએ તે સલામતી ભર્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર