જયંતિ ભાનુશાળી હત્યાઃ આરોપી છબિલ પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર

News18 Gujarati
Updated: March 15, 2019, 4:43 PM IST
જયંતિ ભાનુશાળી હત્યાઃ આરોપી છબિલ પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર
છબિલ પટેલની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.

  • Share this:
બહુચર્ચિત જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી કહેવામાં આવતો છબિલ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, અહીં કોર્ટે તેને 10 દિવસ પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે. છબિલ 25 તારીખ સુધી પોલીસ રિમાન્ડમાં રહેશે તથા આ દરમિયાન હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા છે.

છબીલ પટેલે ગુરુવારે સીટ સમક્ષ હાજર થયો હતો, ગુરુવારે સવારે દુબઇથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતાની સાથે જ પોલીસે છબિલ પટેલની અટકાયત કરી લીધી હતી. ભાજપના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની સયાજી નગરી એક્સપ્રેસના એસી કોચમાં ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલ પર ભાજપના કચ્છના દિગ્ગજ નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

અહીં ક્લિક કરી વાંચોઃ વર્લ્ડ કપ પહેલા શ્રેણી હારવી ટીમ ઇન્ડિયા માટે છે ‘લકી’, આવું છે કારણ

જયંતિ ભાનુશાળીની હત્યા થયા બાદ તેમના પરિવારજનોએ છબિલ પટેલે જ આ હત્યા કરાવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. આ સંદર્ભે પોલીસે છબિલ પટેલ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જયંતિ ભાનુશાળીની હત્યા થઈ ત્યારથી છબિલ પટેલ વિદેશમાં હતો.

જયંતી ભાનુશાળીની હત્યાના સૂત્રધાર છબીલ પટેલના વેવાઈ રસીક પટેલ, ભત્રીજા પિયુષ પટેલ અને કોમેસ પટેલ રિમાન્ડમાં હતાં. રિમાન્ડમાં પોલીસને અનેક માહિતીનાં ખુલાસા થયા છે.જાણવા મળ્યું છે તે રસીક પટેલ અમદાવાદનાં કોઇ વ્યક્તિનાં નામે સીમકાર્ડ લઇને છબીલ પટેલ સાથે સંપર્કમાં રહેતો હતો.

છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થે પણ આખરે રેલવે પોલીસની SIT સમક્ષ શરણાગતિ સ્વીકારી છે. પ્રાથમિક પૂછપરછમાં પોતાની ભૂમિકા હોવાનો સિદ્ધાર્થ ઈનકાર કરે છે. પણ, રેકી માટે શાર્પશૂટરને બાઈક-હેલમેટ તેમજ પિતા છબીલભાઈ પટેલને ભાગવા માટે એર-ટિકિટની વ્યવસ્થા સિદ્ધાર્થે કર્યાના પુરાવા SIT પાસે છે. જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં હત્યા થયાના સમાચાર તા. 8 જાન્યુઆરીએ વહેલી સવારે વાયુવેગે પ્રસર્યા ત્યાં સુધી સિદ્ધાર્થ પટેલ સાયન્સ સિટી રોડ ઉપર આવેલા તેના ઘરે હતો. મીડિયા પહોંચ્યું તે પછી ઘરેથી નીકળી ભૂગર્ભમાં ઉતરી ગયેલો સિદ્ધાર્થ ભાગતો રહ્યો હતો. ગોવા, મુંબઈ અને કચ્છમાં છૂપાતો રહેલો સિદ્ધાર્થ પોલીસની ભીંસ વધતા સામેથી SIT સમક્ષ હાજર થઈ ગયો હતો.
First published: March 15, 2019, 4:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading