Home /News /madhya-gujarat /

Ahmedabad Crime : પોલીસ સ્ટેશનમાં લોકઅપ ન હોવાથી બની એવી ઘટના કે પોલીસ થઈ દોડતી

Ahmedabad Crime : પોલીસ સ્ટેશનમાં લોકઅપ ન હોવાથી બની એવી ઘટના કે પોલીસ થઈ દોડતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉમેશ ખટીકની અસંખ્ય ચેઇન સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરી હતી

Ahmedabad News : આરોપી હવાઈ માર્ગે મુસાફરી કરી ગુજરાતની (Gujarat)સાથે બેંગલુરુ અને હૈદરાબાદમાં પણ ચેઈન સ્નેચિંગ કરતો હતો

અમદાવાદ : આંતર રાજ્ય ચેઈન સ્નેચિંગ (Chain snatching)કરતા આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch)ધરપકડ કરી હતી. આરોપી હવાઈ માર્ગે મુસાફરી કરી ગુજરાતની (Gujarat)સાથે બેંગલુરુ અને હૈદરાબાદમાં પણ ચેઈન સ્નેચિંગ કરતો હતો. આરોપીએ હૈદરાબાદમાં ( Hyderabad)એક જ દિવસમાં 8 ચેઈન સ્નેચિંગ કરતા તેની ઉપર ઈનામ પણ જાહેર કર્યુ હતું. જે આરોપીની પૂછપરછમાં 18 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે તેને પકડી નારોલ પોલીસને સોંપ્યો હતો. જોકે નારોલ પોલીસ સ્ટેશનમાંથી (Narol Police Station)આરોપી શૌચ કરવાના બહાને તકનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સરકાર એકતરફ સ્માર્ટ પોલીસ સ્ટેશનના દાવા કરતી હોય છે પણ શહેરમાં ચોકી જેવા પોલીસ સ્ટેશનમાં લોકઅપ ન હોવાથી આરોપી તકનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો.

આરોપી ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ આપી અન્ય રાજ્યમાં ફરાર થઈ જતો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉમેશ ખટીકની અસંખ્ય ચેઇન સ્નેચિંગના ગુનામાં ધરપકડ કરી હતી. જે મૂળ નારણપુરાનો રહેવાસી છે. પરંતુ તેના ગુનાનો આતંક માત્ર અમદાવાદ જ નહીં પરંતુ હૈદરાબાદ અને બેંગલુરુ પોલીસ ઉપર પણ હતો. આરોપી ચેઈન સ્નેચિંગના ગુનાને અંજામ આપી અન્ય રાજ્યમાં ફરાર થઈ જતો અને ચેઈન સ્નેચિંગ કરવા માટે તે વાહન પણ ચોરીનું વાપરતો હોવાનુ સામે આવ્યુ હતું. જોકે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા કુલ 18 ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

આ પણ વાંચો - Ahmedabad Crime : ક્રાઇમ બ્રાન્ચે 4.80 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી

4 મહિનામાં જ અમદાવાદમાં 6 ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો હતો

મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં જેલમાથી છુટ્યા બાદ આરોપીએ 4 મહિનામાં જ અમદાવાદમાં 6 ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો હતો. પરંતુ મુદ્દામાલ વેચે તે પહેલા સોનાના દાગીના વાડજ પોલીસે કબ્જે કર્યા હતા. જોકે આ પછી તે ફ્લાઈટમાં હૈદરાબાદ ગયો અને ત્યાં એક જ દિવસમાં 8 ચેઈન સ્નેચિંગ કરી બેંગલુરુ ભાગી ગયો હતો. જ્યાં તેણે 4 ગુનાને અંજામ આપ્યો અને બાદમાં અમદાવાદ આવી ગયો હતો. પરંતુ તે સમય દરમિયાન આરોપીની એક્ટિવા અને થેલો શાહીબાગ પોલીસે કબ્જે કર્યો હતો જેથી તે નાસતો ફરતો હોવાનુ સામે આવ્યુ હતું.

હૈદરાબાદ પોલીસે આરોપી ઉમેશ પર એક લાખનુ ઈનામ પણ જાહેર કર્યુ હતું

આરોપી ઉમેશ ખટીક અગાઉ 50 જેટલા ચેઈન સ્નેચિંગના ગુનામાં જેલવાસ ભોગવીને આવ્યો હતો. અને માત્ર 5 મહિનામાં 18 ચેઈન સ્નેચિંગને અંજામ આપ્યો છે. જોકે પોલીસ તપાસમાં સામે આવ્યુ કે હૈદરાબાદ પોલીસે આરોપી ઉમેશ પર એક લાખનુ ઈનામ પણ જાહેર કર્યુ હતું. આ તમામ બાબતની તપાસ કર્યા બાદ નારોલ પોલીસને આરોપી સોંપવામાં આવ્યો હતો. નારોલ પોલીસની કસ્ટડીમાં આરોપી હતો ત્યારે શૌચ જવાના બહાને તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

નવાઈની વાત એ છે પોલીસ સ્ટેશનમાં ચાલતી ચર્ચા મુજબ નારોલ પોલીસ સ્ટેશનએ પોલીસ માટે કમાણીનું ઘર ગણાય છે. ત્યાં રહી ચૂકેલા અધિકારીઓએ પોતાના ખિસ્સા પણ ભર્યા. પણ અહીં લોકઅપ ન હોવાથી આરોપીઓને વટવા પોલીસ સ્ટેશન રાખવામાં આવતા હતા. આ આરોપીને નારોલ રાખવામાં આવ્યો હતો ત્યારે લોકઅપ ન હોવાની તક લઈ તે ફરાર થઇ ગયો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, અમદાવાદ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन