અમદાવાદ: ઠગાઈના કેસમાં પકડાયેલો આરોપી (accused) વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો અને સમય મર્યાદા પૂરી થતા આરોપી અને તેની પત્નીએ ભેગા મળીને કોરોના ટેસ્ટ (corona test) કરાવી નેગેટીવ સર્ટીફીકેટ (Negative certificate) આવ્યુ હોવા છતા પોઝિટિવ (positive) બનાવી હાઈકોર્ટમાં (hight court) રજુ કરીને વચગાળાના જામીનના દિવસો વધારાયા હતા. જો કે આ અંગે ની જાણ પોલીસ ને થતાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં પકડાયેલા આરોપી વિજયભાઈ ટાંકના વચગાળાની જામીન માટે તેમની વિણાબહેને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેથી હાઈકોર્ટે વચગાળાના જામીન આપ્યા હતા. વચગાળાના જામીનનો સમય તારીખ 21 મી ફેબ્રુઆરી એ પૂર્ણ થતો હોવાથી તેને પરત જેલમાં જવુ ન હોવાથી તેણે કોરોના પોઝીટવ હોવાનો રીપોર્ટ વકિલ દ્વારા હાઈકોર્ટમાં મોકલાવ્યો હતો.
અને વચગાળાના જામીનના દિવસો માં વધારો કરી ને 1 લી માર્ચ એ જેલ માં હાજર થવાનો હુકમ કર્યો હતો. જો કે આ દિવસો પણ પૂર્ણ થવા આવતા આરોપી વિજય અને તેની પત્નીએ એક કાવતરુ રચ્યુ હતુ અને વિજયને કોરોના થયો હોવાથી તે 28 મી ફેબ્રુઆરી થી હોસ્પિટલ માં દાખલ હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
જો કે બે વખત જમીન લબાવવા માટે ની રજૂઆત કરતા કોર્ટે પોલીસને ખરાઈ કરવાનું કહેતા ઇન્ફોસિટી પોલીસ દ્વારા અગાઉ જ્યાં રિપોર્ટ કરાવ્યો હતો તે લેબમાં તપાસ કરી હતી ત્યારે લેબના ડોકટર પાસેથી જાણવા મળ્યું હતું કે આરોપીનો રિપોર્ટ નેગેટિવ જ આવ્યો હતો.
આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કોર્ટમાં રજૂ કરેલ રિપોર્ટ છેડછાડ કરીને મુક્યો હતો.બોગસ રિપોર્ટ અંગે પોલીસે કોર્ટને પણ જાણ કરી હતી જેથી કોર્ટર પોલીસને ફરિયાદ કરવાનો આદેશ કરતા LCB પી.આઈ. વી કે રાઠોડે આરોપી વિજય ટાંક અને તેમની પત્ની વિરુદ્ધમાં સોલા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર