અમદાવાદ : ઘરે પહોંચેલી પોલીસ પાછળ આરોપીએ કૂતરો છૂટો મૂકી દીધો

News18 Gujarati
Updated: October 8, 2019, 11:15 AM IST
અમદાવાદ : ઘરે પહોંચેલી પોલીસ પાછળ આરોપીએ કૂતરો છૂટો મૂકી દીધો
પ્રતિકાત્મક તસવીર

ખોખરાની નાણાવટી ચાલીનો બનાવ, ઝોન 5 ડીસીપીની સ્ક્વૉડના પોલસકર્મીઓ કૂતરો જોઈને ભાગ્યા.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં અજીબ કિસ્સો બન્યો છે. પોલીસ પાસા હેઠળ આરોપીઓની અટકાયત કરવા તેના ઘરે ગઈ હતી ત્યારે આરોપીઓના પરિવારજનોએ પોલીસ પર કૂતરો છૂટો મૂકી દીધો હતો. કૂતરાને જોઈને પોલીસ ડરી ગઈ હતી અને ત્યાંથી નીકળી ગઈ હતી. આ મામલે ખોખરા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

અમદાવાદના ઝોન-5 ડીસીપીની સ્ક્વૉડમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સંજયસિંહ દેહાભાઈ તેમની ટીમ સાથે ખોખરમાં આવેલી નાણાવટીની ચાલી ખાતે ગયા હતા. અહીં રહેતા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ અને શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલેષ
ચાવડાનું પાસાનું વોરંટ નીકળતા પોલોસ તેમના ઘરે ગઈ હતી. બંને આરોપીઓ ઘરે હોવાની બાતમી મળતા પોલીસ ઘરે પહોંચી હતી.

ઘરે પોલીસ આવી હોવાનું જણાવ્યા બાદ બંને આરોપીઓ અને તેમની પત્ની નિતા બા અને સરોજબા આવેશમાં આવી ગયા હતા. આ લોકોએ પોલીસને જોઈને ઘરમાં રાખેલો પાળેલો કૂતરો પોલીસ પર છોડી દેતા કૂતરો પોલીસને કરડવા દોડ્યો હતો. જે બાદમાં પોલીસે ત્યાંથી ભાગવું પડ્યું હતું.

આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરતા પોલીસે ખોખરામાં બંને ભાઈ જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ અને શૈલેન્દ્રસિંહ ઉર્ફે શૈલેષ ચાવડા અને તેમની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. ખોખરા પોલીસે આ અંગે આઇપીસી 224,225,332,186,289 અને 114 મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો : 
First published: October 8, 2019
વધુ વાંચો
अगली ख़बर