અમદાવાદઃ યુવતીની હત્યા કરનાર આરોપીને પસ્તાવો થાય છે, જીવવા માંગતો નથી

News18 Gujarati
Updated: September 26, 2019, 6:15 PM IST
અમદાવાદઃ યુવતીની હત્યા કરનાર આરોપીને પસ્તાવો થાય છે, જીવવા માંગતો નથી
મૃતક યુવતી અને આરોપી યુવકની તસવીર

નરેશ સોઢા પ્રેમમાં એટલી હદે પાગલ થઈ ગયો હતો કે તેની મિત્ર ઈશાની પરમાર અન્ય યુવક સાથે વાત કરે છે તે ન ગમતા ખૂની ખેલ ખેલ્યો હતો.

  • Share this:
નવીન ઝા, અમદાવાદઃ અમદાવાદના (Ahmedabad)આંબાવાડી પાસે આવેલ અમુલ્ય કોમ્પલેક્ષમાં ઈશાની પરમાર નામની યુવતીની હત્યા (murder) મામલે (police) પોલીસે નરેશ સોઢા નામના યુવકની ધરપકડ કરી લીધી છે.

નોંધનીય છે કે આરોપી યુવક યુવતીના પ્રેમમાં (love)હતો અને યુવતી અન્ય યુવક સાથે વાત કરતી હતી તે ગમ્યુ ન હતુ. નરેશ સોઢા પ્રેમમાં એટલી હદે પાગલ થઈ ગયો હતો કે તેની મિત્ર ઈશાની પરમાર અન્ય યુવક સાથે વાત કરે છે તે ન ગમતા ખૂની ખેલ ખેલ્યો હતો.

આરોપીએ બુધવારે બપોરે કોમ્પેલક્ષની પાસેથી એક છરી ખરીદી લાવ્યો અને થોડીક મિનિટોમાં જ ઈશાનીની હત્યા કરી પોતાની બહેનના ઘરે બાયડ ભાગી ગયો હતો. પરંતુ ક્રાઈમ બ્રાંચની (crime branch) ટીમે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે આ સમગ્ર મામલે ટ્રાયએંગલ મામલો છે અને જેના કારણે આવેશમાં આવી નરેશે હત્યા કરી છે. નરેશ પણ ઈશાનીની જેમ અમદાવાદમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાંચના એસીપી બી.વી ગોહીલનુ કહેવું છે કે આરોપી અને મરનાર છેલ્લા પાંચ વર્ષથી એક બીજાને ઓળખે છે અને બન્ને એક સાથે ટ્યુશન કલાસમાં અભ્યાસ પણ કરતા હતા. ઈશાની એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ માટેના અભ્યાસની સાથે નોકરી કરતી હતી. આરોપી પણ નડિયાદથી અપ-ડાઉન કરી નોકરી કરતો હતો.

આરોપી ઈશાનીની તમામ ગતિવિધી ઉપર નજર રાખતો હતો. કારણ કે તેનાથી પ્રેમ કરતો હતો.પરંતુ વચ્ચે અન્ય એક યુવકની એન્ટ્રી થાય છે જે પણ નડિયાદથી અપ-ડાઉન કરતો હતો. જે ઈશાનીની ખુબજ નજીક આવી ગયો હતો. આ વાત નરેશને ગમતી ન હતી. જેથી તેમની વચ્ચે બબાલ પણ થઈ હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદમાં સગીરાની હત્યા કરનાર એકતરફી પ્રેમીની ધરપકડ, જાણો કઇ રીતે ખેલાયો ખૂની ખેલબુધવારે સવારે ટ્રેનમાં પણ માથાકુટ થઈ હતી ત્યાર બાદ આરોપી, મરનાર અને અન્ય યુવક ત્રણેય વચ્ચે લો ગાર્ડનમાં મિટિંગ થઈ હતી અને ચોખવટ પણ થઈ હતી. છતા આરોપી મરનારની ઓફિસની નીચે જઈ ફોન પર માથાકુટ કરી રહ્યો હતો. જેથી ઈશાનીએ વાતચીત ના કરવા જણાવી દીધેલું અને જેથી આવેશમાં આવી આરોપીએ હત્યા કરી નાખી.
First published: September 26, 2019, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading