અમદાવાદઃ 'તું મોટો દાદા થઈ ગયો છે,' પત્ની સાથે મિત્રતાની શંકાએ યુવકને માર માર્યો, છરી વડે કર્યો હુમલો
અમદાવાદઃ 'તું મોટો દાદા થઈ ગયો છે,' પત્ની સાથે મિત્રતાની શંકાએ યુવકને માર માર્યો, છરી વડે કર્યો હુમલો
દાણીલિંબડા પોલીસ સ્ટેશન
Ahmedabad Crime News: આરોપીને (Accused) વહેમ હતો કે તેની પત્નીનું (wife) ફરિયાદી સાથે મિત્રતા (friendship) છે જવાથી શંકા વહેમ રાખીને ફરિયાદી સાથે અવારનવાર બબાલ અનવ ઝઘડો (fight) કરતો હતો.
અમદાવાદઃ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન (Danilimbada police station) વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે અને જેમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદના (police complaint) આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે ફરિયાદી પોતાના પરિવાર (family) સાથે રહે છે અને જે મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.
ફરિયાદીના ઘરની બાજુમાં આરોપીનો પરિવાર રહે છે અને આરોપીને વહેમ હતો કે તેની પત્નીનું ફરિયાદી સાથે મિત્રતા છે જવાથી શંકા વહેમ રાખીને ફરિયાદી સાથે અવારનવાર બબાલ અનવ ઝઘડો કરતો હતો. ગત 1 એપ્રિલના રોજ રાત્રીના સાડા દસ વાગેની આસપાસ ફરિયાદી પોતાના ઘરની પાસે બેસેલ હતો.
તે દરમિયાનમાં આરોપી તેનો પુત્ર અને તેનો ભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આરોપીઓ અચાનક ફરિયાદી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે તું કેમ અમારી સામે ધુરી ધુરી ને જોવે છે? તું મોટો દાદા થઈ ગયો છે? તે કહી ફરિયાદીને ગંદી ગાળો બોલવા લાગેલ જેથી ફરિયાદી ગાળો બોલવાની ના પાડતા આરોપી બન્ને ભાઈઓ ફરિયાદીને માર મારવા લાગેલ અને ત્યાર બાદ આરોપીનો પુત્ર પોતાની પાસે રહેલ છરી કાઢીને ફરિયાદીના હાથમાં મારી દીધેલ.
ત્યારબાદ બુમાબુમ થતા ફરિયાદી ના પરિવાર જનો આવી ગયા અને આરોપી પથ્થર ફેંકીને પણ હુમલો કરી ત્યાંથી ફરાર થઇ ગયેલા હતા. જોકે ફરિયાદીને લોહી વધારે નીકળતા તાત્કાલિક lg હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને સારવાર કરવામાં આવી હતી.
હાલ આ મામલે પોલીસે ipc 324,337,294(બી) અને 114 મુજબની ફરિયાદ લઈને આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે અને આ ઘટના પાછળની હકીકત શું છે એ તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર