Home /News /madhya-gujarat /

અ'વાદઃ બુટલેગરનો હુમલો, પેરોલ પર છૂટ્યા બાદ PSIને છરી મારી

અ'વાદઃ બુટલેગરનો હુમલો, પેરોલ પર છૂટ્યા બાદ PSIને છરી મારી

    રાજ્યમાં એક જ દિવસમાં પોલીસ પર હુમલાની બીજી ઘટના બનતા ચકચાર મચ્યો છે. અમરેલીના ધારીમાં પોલીસ પર હુમલા બાદ અમદાવાદમાં પણ ત્રણ પોલીસકર્મી પર બુટલેગરે હુમલો કર્યો છે. પેરોલ પર છૂટ્યા બાદ બુટલેગરે PSI સહિત ત્રણ પોલીસકર્મી પર છરી વડે હુમલો કર્યો હતો.

    પ્રાથમિક વિગત પ્રમાણે અમદાવાદના દાણીલીંમડા વિસ્તારમાં આસિફ ઉર્ફે કાણીયા નામના બુટલેગરે PSI સહિત ત્રણ પોલીસકર્મીને છરી મારી હુમલો કર્યો હતો. આરોપી આસિફ પેરોલ પર છૂટ્યો હતો અને બાદમાં રવિવારે પોલીસકર્મીઓ બુટલેગરની ધરપકડ કરવા માટે દાણીલીંમડા વિસ્તારમાં ગયા હતા. આ દરમિયાન બુટલેગર આસિફે છરી વડે હુમલો કરતા પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

    અહીં ક્લિક કરી વાંચોઃ શહીદ તિલકરાજ હિમાચલના હતા જાણીતા લોકગાયક, લાખો લોકોએ જોયો વીડિયો

    ઘટનામાં પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તો બુટલેગરની પણ પોલીસે ધરપકડ કરી હતી અને વિવિધ કલમો લગાવી તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે અમરેલીના ધારીમાં પણ પાંચ શખ્સોએ PSI સહિત બે પોલીસકર્મી પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Accused attack, Attack on Police officer, Police officer in Ahmadabad

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन