ફટાકડા ફોડવા બાબતે છરી વડે હુમલો કરી આરોપીઓ BMW કારમાં ફરાર

ફટાકડા ફોડવા બાબતે છરી વડે હુમલો કરી આરોપીઓ BMW કારમાં ફરાર
પ્રતિકાત્મક તસવીર

આ ગાડી સંગીતા પટેલ નામની હોવાનુ ખુલ્યું છે. આ મામલે વસ્ત્રાપુર પી. આઈ. એમ.એમ.જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ છે કે, અમે ગાડી નંબરની તપાસ કરતા ગાડી માલિકની પુછપરછ કરી છે

 • Share this:
  નવિન ઝા: અમદાવાદ: અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એક યુવક પર છરી વડે હુમલો થતા પોલીસ દોડતી થઈ ગઈ છે.. 27 ઑક્ટોબરની રાતે ફટાકડા ફોડવા બાબતે અજાણ્યા શખ્શોએ એક યુવકને ઢોર માર મારી તેની ઉપર ચપ્પા વડે હુમલો કરી ફરાર થઈ ગયા છે. આરોપીઓ બીએમડબ્યૂ (BMW) કારમાં ફરાર થઇ ગયા હતા.

  ફરિયાદીએ આરોપી જે ગાડીમાં ભાગ્યા હતા તે ગાડીનો નબંર પોલીસને પુરાવા તરીકે આપ્યો છે.  આ ગાડી બીએમડબ્લ્યૂ હોવાનુ સામે આવ્યુ છે અને ગાડી પૂર્વ કોર્પોરેટરના પત્નીના નામે હોવાની શંકા છે. આ કેસ હવે હાઇ પ્રોફાઇલ બની ગયો છે.
  પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, રુતવ શાહ નામના યુવકે પોલીસમાં ફરિયાદ લખાવી છે કે, 27 ઑક્ટોબરના રોજ રાતે પોતાની ભાભી, ફોઈના દીકરા તથા અન્ય મિત્રો સાથે સિંધુ ભુવન રોડ પર આવેલા ટાઈમ્લ સ્કેવર પાસે ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે રોકેટ સામે વાળા પાસે જઈ પડતા તે લોકો ફરિયાદીને ફટાકડા ના ફોડવા કહ્યુ હતું.

  પરંતુ ફરિયાદીએ જણાવ્યુ કે, આ તો રોડ છે બધા ફોડે છે હું પણ ફોડીશ. આ બાબતને લઈ આરોપીઓ ગાળો બોલવા લાગ્યા હતા અને આ બાબતને લઇને ફરિયાદી સમજાવવા ગયો ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ફરિયાદીને ફેંટ મારી ચપ્પા વડે હુમલો કરી દીધો હતો.

  ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતો. આ ફરિયાદમાં લખાવ્યુ છે કે, જે લોકો મારીને જે ગાડીમાં ભાગ્યા તેનો ગાડી નંબર GJ01-RS-0456 BMW છે.

  આ ફરિયાદના આધારે પોલીસે ફરિયાદ લઈ તપાસ શરૂ કરતા આ ગાડી સંગીતા પટેલ નામની હોવાનુ ખુલ્યું છે.

  વસ્ત્રાપુર પી. આઈ. એમ.એમ.જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યુ છે કે, અમે ગાડી નંબરની તપાસ કરતા ગાડી માલિકની પુછપરછ કરી છે અને તેમણે જણાવ્યુ છે કે, ગાડી અમારી છે અને અમે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા પરંતુ અમે કોઈને માર માર્યો નથી અને અમે પોલીસને જાણ કરી છે પરંતુ ફરિયાદી ગાડી નંબરના માલિકો સામેજ આક્ષેપ કરી રહ્યા છે જેથી હવે પોલીસ ક્રોસ તપાસ કરી રહી છે અને ખરેખર કોર્પોરેટરના કોઈ સગાનો રોલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે,”.
  Published by:Vijaysinh Parmar
  First published:October 29, 2019, 15:31 pm

  टॉप स्टोरीज