Home /News /madhya-gujarat /રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધ્યો, આગામી 20 મે પછી પારો જશે 43 ડિગ્રીને પાર

રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધ્યો, આગામી 20 મે પછી પારો જશે 43 ડિગ્રીને પાર

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં 41 ડિગ્રી જ્યારે રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    ન્યૂઝ 18 ગુજરાતી: રાજ્યમાં થોડા દિવસથી તાપ અને ઠંડા પવનોને કારણે ગરમીનો પારો નીચો હતો. હવે ફરી એકવાર ગરમીએ માથુ ઊંચક્યું છે. ગઇકાલે અમદાવાદમાં 41 ડિગ્રી જ્યારે રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    અમદાવાદમાં 41 ડિગ્રી સાથે સરેરાશ મહતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. જ્યારે સરેરાશ લઘુતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે અમદાવાદમાં મે મહિનામાં મહત્મ તાપમાન નોંધાતુ આવ્યું છે. મહત્વનું છે કે 20મે 2016નાં રોજ 48 ડિગ્રી સાથે અમદાવાદની ઓલટાઇમ હાઇએસ્ટ ગરમી નોંધાઇ હતી. જ્યારે ગત વર્ષે 28 મેનાં રોજ સૌથી વધુ 44.8 ડિગ્રીએ સરેરાશ મહત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો.

    આ પણ વાંચો: 2022 સુધીમાં કચ્છને પાણી સમસ્યાથી મુક્ત કરીશુ: રૂપાણી

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન 41 ડિગ્રી આસપાસ ગરમીનો પારો રહેશે. આગાહી તો એવી પણ છે કે 20 મે પછી ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે.

    આ પણ વાંચો: ઉનાળામાં રોજ રાત્રે નાહવાની ટેવ પાડવાથી થતો જબરદસ્ત ફાયદો

    સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ

    ગઇકાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બપોર પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગોંડલ ,જસદણ અને કોટડાસાં પંથકમાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યાં હતાં. ગોંડલ પંથકમાં તોફાની પવન સાથે ગ્રામીણ વિસ્તારમાં કરાનો વરસાદ વરસ્યો હતો. જામનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિત વાતાવરણનાં બદલાવની અસર સર્વત્ર જોવા મળી હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Heat wave, Summer, અમદાવાદ, ગુજરાત, રાજકોટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन