Home /News /madhya-gujarat /

ધોળકા બગોદરા હાઈવે પર ઇકો કારને અજાણ્યા વાહને મારી ટક્કર, ત્રણ મહિલા સહિત પાંચના મોત

ધોળકા બગોદરા હાઈવે પર ઇકો કારને અજાણ્યા વાહને મારી ટક્કર, ત્રણ મહિલા સહિત પાંચના મોત

Accident: ઇકો કારમાં વારસંગનો પરિવાર બરવાળા ખાતે માતાજીના (Barwada Mataji) દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.

Accident: ઇકો કારમાં વારસંગનો પરિવાર બરવાળા ખાતે માતાજીના (Barwada Mataji) દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે.

    અમદાવાદ: ધોળકા બગોદરા હાઈવે (Dhodka Bagodara Highway) પર ઇકો કારને (Ecco car accident) અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માતની(Accident on highway) મોટી ઘટના બની છે. અકસ્માતમાં 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. ઇકો કારમાં વારસંગનો પરિવાર બરવાળા ખાતે માતાજીના (Barwada Mataji) દર્શન કરવા જઇ રહ્યા હતા. ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. ઈજાગ્રસ્તોને 108માં ધોળકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં (Dholka civil Hospital) આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ધોળકા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી.

    ઠાકોર પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતો હતો

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખેડાના વારસંગમાં રહેતો ઠાકોર પરિવાર બરવાળા ખાતે માતાજીનાં દર્શને જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી પાસે વહેલી સવારે ઈકો કાર કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઇ હતી. જેના કારણે ગોઝારો અક્સમાત સર્જાયો હતો. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષ એટલે પાંચ લોકોનાં મોત થયાં છે.

    ઇજાગ્રસ્તોને સારવાર માટે ધોળકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા

    અકસમાતની જાણ બાદ 108 ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને ધોળકાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે, ઈકો ગાડીમાં ચાર બાળક, પાંચ પુરુષ અને છ મહિલા હતાં. જેમાંથી ત્રણ મહિલા અને બે પુરુષનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ સિવાયના તમામને તાત્કાલિક સારવાર માટે ધોળકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.



    બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો

    થોડા દિવસ પહેલા બગોદરા-વટામણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નિપજ્યાં હતા તો અન્ય 10 લોકોને ઇજા પહોંચી હતી. એકાએક ટ્રક પાછળ એક તુફાન ગાડી અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. બગોદરા ગામ નજીકનો આ બનાવ હતો. 108ની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાલમાં બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડાયાં છે. અકસ્માત થયેલી તુફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. તેઓ રાજકોટથી વાપી ક્રિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતાં. પરંતુ પરત ફરતી વેળાએ બગોદરા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Bagodara, Car accident, અકસ્માત, અમદાવાદ, ગુજરાત

    આગામી સમાચાર