Home /News /madhya-gujarat /

Big News અમદાવાદ: સોલા સિવિલના ડોક્ટરને ACBએ રંગેહાથ ઝડપ્યા, આવા કામ માટે માંગી લાખો રૂપિયાની લાંચ

Big News અમદાવાદ: સોલા સિવિલના ડોક્ટરને ACBએ રંગેહાથ ઝડપ્યા, આવા કામ માટે માંગી લાખો રૂપિયાની લાંચ

સોલા સિવિલના ઈન્ચાર્જ આરએમઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

કેન્ટીન કોન્ટ્રાક્ચરનું છેલ્લા ત્રણ-ચાર માસનું રૂપિયા. ૧ કરોડ ૧૮ લાખનું બિલ બાકી હતું.

અમદાવાદ: સરકારી નોકરીને સરકારીબાબુઓએ જાણે કે કમાવવાનું સાધન બનાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે. સરકારી અધિકારીઓ સત્તાનો દુરઉપયોગ કરી ઉપરની કમાણી કરવાનો જરાપણ મોકો જવા નથી દેતા. છેલ્લા કેટલાય સમયથી એસીબી દ્વારા આવા લાંચિયા બાબુઓ સામે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરવા છતાં પણ કેટલા પૈસા ના લાલચુઓ હજી પણ સુધરવાનું નામ ન લીધું હોય તેવું લાગી રહ્યું છે. એસીબીએ આજે છટકું ગોઠવી આવા જ એક લાંચિયા અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ અધિકારીઓ પાચા નામચીન ડોક્ટરો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સોલા સિવિલના ઇન્ચાર્જ આર.એમ.ઓ અને વહીવટી અધિકારીને રૂપિયા ૮ લાખની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પડ્યા છે. ACBએ ઇન્ચાર્જ RMO ઉપેન્દ્ર પટેલ અને ઇન્ચાર્જ વહીવટી અધિકારી શૈલેષ પટેલને ACBએ ઝડપી પડ્યા છે.

વિગતે ઘટનાની વાત કરીએ તો, ફરીયાદીના ભાઈને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સમયમાં ડોકટર્સ તથા સ્ટાફ મેમ્બરને જમવા-ચાપાણી-નાસ્તો પુરો પાડવાનો કેટરીંગ કોન્ટ્રાકટ આપવામાં આવેલ હતો. જેનું છેલ્લા ત્રણ-ચાર માસનું રૂપિયા. ૧ કરોડ ૧૮ લાખનું બિલ બાકી હતું. ફરીયાદીના ભાઇ દ્વારા ચાર માસ સુધી ડોકટર, સ્ટાફ અને દર્દીને ચા પાણી તથા જમવાનું પૂરૂ પાડવામાં આવ્યું હતું.

સુરત: 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા, કોર્ટે છેલ્લા શ્વાસ સુધીની હવસખોરને આપી સજા

બસ આ બિલ જોઈ સોલા સિવિલના ઉચ્ચ અધિકારીના મનમાં લાલચના પરપોટા ફૂટવા લાગ્યા. જે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલું બિલ રૂ.૧, ૧૮, ૦૦, ૦૦૦ મંજૂર કરવા માટે પ્રથમ ૩૦% લેખે લાંચની માંગણી કરવામાં આવી હતી, આખરે રકઝકના અંતે ૧૬% લેખે રૂ.૧૬ લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી, જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે તબક્કે રૂપિયા ૧૦ લાખ લઇ લેવામાં આવ્યા હતા, તથા બાકીના રૂપિયા ૬ લાખ તથા ફરીયાદીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા રૂપિયા બે લાખની લાંચ પણ માંગવામાં આવી હતી. એમ મળી કુલ્લ રૂપિયા ૮ લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.

આ પ્રકારે ઓનલાઈન બુક કરો તમારો LPG રસોઈ ગેસ સિલિન્ડર, મળશે 50 રૂપિયા સસ્તો, જાણીલો રીત

આ પણ વાંચો - આ પ્રકારે ઓનલાઈન બુક કરો તમારો LPG રસોઈ ગેસ સિલિન્ડર, મળશે 50 રૂપિયા સસ્તો, જાણીલો રીત

જોકે ફરિયાદીને લાંચ આપવી ના હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. એ.સી.બીએ છટકું ગોઠવીને લાંચની માંગણીમાં બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી મુખ્ય આરોપી ઉપેન્દ્ર પટેલે સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદી પાસેથી રૂપિયા ૮ લાખ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે.
Published by:kiran mehta
First published:

Tags: ACB Gujarat, ACB raid, ACB TREP, Sola civil, Sola civil hospital

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन