Home /News /madhya-gujarat /

રાજ્યભરની ચેકપોસ્ટ પર ACBના દરોડા,કરોડોના ભ્રષ્ટાચારના કૌભાંડનો પર્દાફાશ

રાજ્યભરની ચેકપોસ્ટ પર ACBના દરોડા,કરોડોના ભ્રષ્ટાચારના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદઃગુજરાતભરની ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચારના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉ.ગુજરાત સહિત રાજ્યભરની ચેકપોસ્ટ પર ACBના દરોડા પડ્યા છે. થરાદ, ગુંદરી, હમીરગઢ અને સામખિયાળી ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

  • News18
  • Last Updated :
અમદાવાદઃગુજરાતભરની ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચારના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉ.ગુજરાત સહિત રાજ્યભરની ચેકપોસ્ટ પર ACBના દરોડા પડ્યા છે. થરાદ, ગુંદરી, હમીરગઢ અને સામખિયાળી ચેકપોસ્ટ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

crime_rto_bk
પાલનપુરમાં એક કારમાંથી રૂ.22 લાખની રોકડ રકમ કબજે કરી પાલનપુરના જયેશ પટેલ નામના યુવાનની ધરપકડ કરવામાં આવી હતી. જયેશ પટેલ સાથે અન્ય 2 શખ્સો પણ સકંજામાં લેવાયા છે. RTO દ્વારા નિમાયેલા કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર ચાલતો હતો.
ઉ.ગુજરાતમાંથી જ એક મહિનાના ભ્રષ્ટાચારનું કલેક્શન કબજે કરાયું છે. છેલ્લા 2 વર્ષથી વાહનચાલકોને ખંખેરવાનું  ષડયંત્રચાલતું હતું. 8 શખ્સોથી પણ વધુ શખ્સોની ગેંગ દ્વારા કૌભાંડ ચલાવાતું હતું.
રાજ્યભરની ચેકપોસ્ટ પર ACBની અનેક ટૂકડીઓ ત્રાટકી છે. કૌભાંડનો આંક કરોડોને આંબે તેવી શક્યતા છે.પ્રફુલ પટેલ સહિત અનેક શખ્સો વોન્ટેડ છે. નાસી છૂટેલા શખ્સોને પકડવા રાજ્યમાં દરોડા પડાયા છે.ભૂજ, પાલનપુર અને વડોદરામાં ACB ત્રાટકી છે. કુલ 13 ચેકપોસ્ટ પર ચાલી રહેલા કટકી કૌભાંડ અંગે તપાસ ચાલુ છે.
First published:

Tags: એસીબી, કૌભાંડ, ગુજરાત, ચેકપોસ્ટ, રાજ્ય સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन