Home /News /madhya-gujarat /

ACBએ દારૂના કેસમાં મારઝૂડ ન કરવા લાંચ માંગનાર કૉન્સ્ટેબલનો સાગરીત ઝડપી પાડ્યો

ACBએ દારૂના કેસમાં મારઝૂડ ન કરવા લાંચ માંગનાર કૉન્સ્ટેબલનો સાગરીત ઝડપી પાડ્યો

પ્રતિકાત્મક તસવીર

ACBએ ઝડપી પાડેલા વ્યક્તિ નવુભા ઝાલાએ સુરેન્દ્રનગરના પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ વતી લાંચ લીધી હતી.

    નવીન ઝા, અમદાવાદ : રાજ્યમાં લાંચરુશવત વિરોધી ઝૂંબેશના ભાગરૂપે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ઠેરઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન A.C.Bએ સુરેન્દ્રનગર પોલીસના (Surendranagar Police) હેડ કૉન્સ્ટેબલ (Head Constable) ગંગદાસભા ગઢવી વતી લાંચ લેનારા એક વ્યક્તિને રંગેહાથે ઝડપી પાડ્યો છે. આ લાંચ આરોપી નવુંભા ઝાલા એ સુરેન્દ્રનગર નગર ના મુળી પોલીસ સ્ટેશન ના હેડ કૉન્સ્ટેબલ ગંગદાસભા ગઢવી વતી લીધી હતી અને લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે.

    મળતી માહિતી પ્રમાણે આ કામના ફરીયાદીનું મુળી પો.સ્ટે. ખાતે પ્રોહીબિશનના ગુનામાં (Probition) નામ ખૂલ્યું હતું જેથી આરોપી પોલીસ કર્મચારીએ કસ્ટડી દરમ્યાન મારઝૂડ નહીં કરવા અને કાગળો હળવા તૈયાર કરવા માટે રૂ. 40,000/- ની લાંચ (Bribe) માંગી હચી. કૉન્સ્ટેબલ ગઢવીએ લાંચની રકમ તેમના વતી એક વ્યક્તિને આપવાનું કહ્યું હતું. આ ઉપરાંત ગઢવીએ ફરિયાદીને પોતે કહેવડાવે ત્યારે હાજર થવા જણાવ્યું હતું.

    આ પણ વાંચો : વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, રાજ્યમાં સરેરાશ 106 ટકા વરસાદ નોંધાયો

    આ કેસના ફરિયાદી લાંચ આપવા માંગતા નહોતા તેથી તેમણે A.C.Bનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. દરમિયાન A.C.Bએ કૉન્સ્ટેબલ વતી લાંચ માગનાર ઝાલાને ઝડપી પાડ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bribe, એસીબી, ગુજરાત, પોલીસ`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन