લાંચના 50 ટકા કેસમાં આરોપીઓને સજા અપાવવામાં એસીબી સફળ

News18 Gujarati
Updated: May 4, 2019, 6:39 PM IST
લાંચના 50 ટકા કેસમાં આરોપીઓને સજા અપાવવામાં એસીબી સફળ
પ્રતિકાત્મક તસવીર

એસીબી દ્વારા સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતતા આવે તે માટે વિવિધ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યાં છે. જો કે એસીબીને આ પ્રયત્નોમાં ક્યાંકને ક્યાંક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે.

  • Share this:
ઋત્વીજ સોની, અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી લાંચ રુશ્વત વિરોધી વિભાગ દ્વારા લાંચિયા સરકારી બાબુઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.એસીબી દ્વારા સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતતા આવે તે માટે વિવિધ પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યાં છે. જો કે એસીબીને આ પ્રયત્નોમાં ક્યાંકને ક્યાંક સફળતા મળી હોય તેમ લાગી રહ્યું છે.

એસીબી દ્વારા કરવામાં આવતા કેસમાં તો વધારો થઇ રહ્યો છે..સાથે સાથે આ કેસમાં આરોપીઓને સજા થઇ હોય તેવા કિસ્સામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે...જો છેલ્લા પાંચ વર્ષની વાત કરવામાં આવે તો એસીબીએ કરેલા કેસમાં આરોપીઓને થયેલ સજાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

એસીબીના મદદનીશ નિયામક ડીપીચુડાસમા એ કહ્યું છે કે ચાલુ વર્ષે એસીબીને 50 ટકા કેસમાં આરોપીઓને સજા અપવાવામાં સફળતા મળી છે. તાજેતરની વાત કરવામાં આવે તો એક જ દિવસમાં એસીબીના છ કેસમાં કોર્ટએ આરોપીઓને સજા સંભળાવી છે.

જેમાં મહત્વના કેસની વાત કરવામાં આવે તો દાહોદ એસીબી પો.સ્ટેમાં દાખલ થયેલા કેસમાં ઇન્કમટેક્ષ ઓફિસર દિનેશ મીણાને 4 વર્ષની સજા અને રૂપીયા 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. જેમાં આરોપી લાંચની રકમ 8 લાખ લઇને ફરાર થઇ ગયા હતાં..જે રીકવર કરવામાં પણ એસીબીને સફળતા મળી નથી.

ટ્રેપ દરમિયાન પોલીસ અધિકારીએ કઇ કઇ બાબતોને ધ્યાનમાં રાખવી જોઇએ તે માટે એસીબી દ્વારા તાલીમ પણ આપવામાં આવી રહી છે. ઉપરાંત ટ્રેપ દરમિયાન મહત્તમ સાયન્ટીફિક અને ડીજીટલ પુરાવા એકત્ર કરવાની સુચના આપવામાં આવી છે. એસીબીના કેસમાં એફએસએલની કામગીરી પણ સૌથી મહત્વની સાબિત થાય છે.

વર્ષ 2015ની સરખામણીમાં ચાલુ વર્ષ સુધીમાં એસીબીએ કરેલા કેસમાં આરોપીને સજા થવાના પ્રમાણમાં બમણો વધારો જોવા મળ્યો છે..જો કે હાલમાં એસીબી દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે તે જોતા એમ લાગી રહ્યું છે કે ટકાવારીનો આ આંકડો હજી પણ વધે તો નવાઇ નહીં.
First published: May 4, 2019, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading