લાંચિયા બાબુઓ સાવધાન! 2020માં ACBના 'સ્પેશિયલ 44' સપાટો બોલાવશે


Updated: December 27, 2019, 3:55 PM IST
લાંચિયા બાબુઓ સાવધાન! 2020માં ACBના 'સ્પેશિયલ 44' સપાટો બોલાવશે
વર્ષ 2020ના પ્રારંભથી ACBનો નવતર પ્રયોગ, જે વિભાગોમાંથી લાંચની ફરિયાદ નથી આવતી તેના પર બાજ નજર રહેશે. 44 નવા પોલીસ ઇન્સ્પેક્ટર તૈયાર

વર્ષ 2020ના પ્રારંભથી ACBનો નવતર પ્રયોગ, જે વિભાગોમાંથી લાંચની ફરિયાદ નથી આવતી તેના પર બાજ નજર રહેશે. 44 નવા પોલીસ ઇન્સ્પેક્ટર તૈયાર

  • Share this:
અમદાવાદ : એન્ટિ કરપ્શન બ્યૂરો ( Anti corruption bureau)એ ઈતિહાસમાં પહેલી વાર ACBના જ પોલીસ ઇન્સ્પેક્ટરની લાંચ કેસમાં ધરપકડ કરી નવું ઉદાહરણ સામે મૂક્યું છે ત્યારે નવા વર્ષમાં ACB પણ નવા રં ગરુપમાં જોવા મળશે. ACB નવા વર્ષમાં એવા વિભાગ સામે તબાહી લાવશે જે વિભાગોમાં ચાલુ વર્ષે એક પણ કેસ નથી થયો કે પછી જ્યાં ફરિયાદ ઓછી આવે છે. ACBએ આ કાર્ય માટે નવા 44 પી આઈને પણ ખાસ ટ્રેનિંગ આપી છે.

આ મામલે ACBના મદદનીશ નિયામક D.P.ચુડાસમાનું કહેવું છે કે 'જે વિભાગની અંદર વધુ ફરિયાદ આવે છે તેમાં કઈ રીતે ફરિયાદો દુર કરી શકીએ તેના પર કામ ચાલુ છે અને જે વિભાગોમાંથી ફરિયાદ નથી આવતી ત્યાં કંઈ રીતે કાર્યવાહી થઈ શકે અમે તે કરવાના છીએ'

આ પણ વાંચો : રાજકોટ : ભૂગર્ભ ગટરની લાઇનમાં ભંગાણ થતા પૂરની જેમ ગટરના પાણી ફરી વળ્યા

ACBનું વિઝન 2020

ગુજરાત ACB છેલ્લા બે વર્ષમાં નવા રંગ રુપમાં જોવા મળી રહી છે અને અનેક ઉચ્ચ અધિકારીઓને જેલના સળિયા પાછળ મોકલી દીધા છે. પરંતુ ACBની સામે એક વાત એવી આવી છે કે એવાં કેટલાક વિભાગ છે જ્યાં એક પણ કેસ થયો નથી અને એવા પણ વિભાગ છે જ્યાં એકલ-દોકલ કેસ થયો છે, ત્યારે ACBએ વિચારી રહી છે કે આવા વિભાગમાંથી ACB પાસે કેમ કોઈ ફરિયાદ નથી આવતી? જેથી ACBને મળેલા નવા 44 પોલીસ ઇન્સ્પેક્ટરને આ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને જે લોકો ખાનગી રાહે તપાસ કરી આવા વિભાગમાં જો ભષ્ટ્રાચાર ચાલતો હશે તો કાર્યવાહી કરશે.આ વિભાગોમાંથી ACBને ભ્રષ્ટાચારની એક પણ ફરિયાદ મળી નથી

ACBના આંકડાની વાત કરીએ તો આદિજાતિ વિકાસ,માર્ગ અને મકાન વિભાગ,સામાન્ય વહીવટ વિભાગ,માહિતી અને પ્રસારણ વિભાગ,વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોનો વિભાગ,વિજ્ઞાન અને પ્રૌયોગિક વિભાગ અને કલાઈમેન્ટ ચેન્જ વિભાગ એવા વિભાગો છે જ્યાં એક પણ ફરિયાદ ACBને મળી નથી.

આ પણ વાંચો :  તીડનો તરખાટ : દાંતીવાડાના ભાખરમાં તીડના ઝૂંડ પર ડ્રોનથી દવા છંટકાવનો પ્રયોગ

આ વિભાગોમાંથી ખૂબ જ ઓછી ફરિયાદ મળી

રાજ્યનાં શ્રમ અને રોજગાર વિભાગ,કાયદા વિભાગ,સામાજિક ન્યાય,નાણા વિભાગ,મહિલા અને બાળ વિભાગ અને રમગ ગમત યુવા,સંસ્કૃતિક વિભાગ એવા વિભાગો છે જ્યાં ખૂબજ ઓછા કેસો થયા છે એટલે કે 2-3 કેસો થયા છે.આ સિવાય અન્ય એવા પણ વિભાગો છે જ્યાં 5થી ઓછો કેસો ચાલુ વર્ષે થયા છે જેથી આવા વિભાગો પર ACB નજર રાખી રહી છે.

 
First published: December 27, 2019, 3:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading