Home /News /madhya-gujarat /ફિલ્મી નહીં રિયલ HERO : ACBના કમાન્ડોએ તાર કાપી કેનાલમાં ઝંપલાવ્યું, એક બાદ એક બે જીવ બચાવ્યા
ફિલ્મી નહીં રિયલ HERO : ACBના કમાન્ડોએ તાર કાપી કેનાલમાં ઝંપલાવ્યું, એક બાદ એક બે જીવ બચાવ્યા
એસબીના કમાન્ડો ઘનશ્યામસિંહે એક બાદ એક બે અલગ અલગ ઘટનામાં નર્મદા કેનાલમાં આપઘાત કરવા કૂદેલા લોકોના જીવ બચાવ્યા
Ahmedabad News : કમાન્ડો ઘનશ્યામસિંહે જોયું તો કેનાલમાં એક વ્યક્તિ ડૂબી રહી હતી તેમણે પકડ કાઢીને કેનાલનો તાર કાપ્યો અને પાણીમાં ઝંપાલ્યું, એક બાદ એક એક બે અલગ અલગ ઘટનામાં લોકોના જીવ બચાવ્યા
સંજય ટાંક અમદાવાદ : મારવા વાળા કરતા બચાવવા વાળો મહાન કહેવાય છે. અને આ ઉક્તિ સાચી ઠરી છે ACBના કમાન્ડો (ACB Commando) ઘનશ્યામસિંહ જાડેજાના (Ghanshyamsinh Jadeja) કિસ્સામાં. ACBના આ કમાન્ડોએ નર્મદા કેનાલમાં (Narmada Canal) ડુબતા બે લોકોને જીવ બચાવ્યા છે. પોતાના કમાન્ડોના આ બહાદુરી ભર્યા કામને ACB એ બિરદાવ્યું છે અને હવે ACB પ્રાઇમમિનિસ્ટર્સ મેડલ ફોર લાઈફ સેવિંગ (PM Medal for Life Saving) માટે ડિપાર્ટમેન્ટમાં દરખાસ્ત કરશે.
ગાંધીનગર ભાટ ગામ નજીક પોતાના 8 વર્ષના દીકરાની સારવાર કરાવી ઘનશ્યામસિંહ ઘરે જઈ રહ્યા હતા ત્યારની આ ઘટના છે. જ્યારે તેઓ ભાટ ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નર્મદા કેનાલ પર ટોળું ઊભેલું જોયું. તેઓએ તપાસ કરતા કોઈ વ્યક્તિ નર્મદા કેનાલમાં ડૂબી રહ્યો હતો.
ઘનશ્યામસિંહએ પળવારનો પણ વિચાર કર્યા વગર પોતાની ગાડીમાંથી પક્કડ લઈ કેનલ પર પહોંચ્યા. કેનાલ પર ફેંસિંગ કરી લગાવેલા તાર કાપ્યા. અને ત્યાં ઉભેલા એક-બે લોકોની મદદથી તેઓ તાર વડે કેનાલમાં ઉતર્યા અને કેનાલમાં ડૂબી રહેલા 40 વર્ષીય વ્યક્તિનો જીવ બચાવ્યો.
" isDesktop="true" id="1120063" >
આ વ્યક્તિના પત્ની એક વર્ષ અગાઉ ડિપ્રેશનમાં હોઈ તેઓ પોતાનું જીવન ટુકવવા કેનાલમાં પડ્યા હતા. પરંતુ ઘનશ્યામસિંહની સમય સુચકતા અને સુજબૂજના કારણે તેઓનો જીવ બચી ગયો. આ ઘટના બાદ ઘનશ્યામસિંહ પોતાના પુત્રને ઘરે મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે ફરી એવી ઘટના જોવા મળી.
કેનાલ પર ટોળું ઉભું હતું. અને એક વ્યક્તિ ડૂબી રહ્યો હતો. કેનાલ પાસે કાપેલા પડેલા ફેંસિંગના એ તારની મદદથી ફરી ઘનશ્યામસિંહ કેનાલમાં ઉતર્યા અને એ ડૂબતી વ્યક્તિનો જીવ તેઓએ બચાવ્યો.
ACBના કમાન્ડોએ આપઘાત કરવા પડેલા લોકોનાં જીવ બચાવી ખરેખર સરાહનીય કામ કર્યુ હતું.
વિસનગરના રહેવાસી 84 વર્ષીય આધેડ શ્વાસની બીમારીથી પીડાતા હતા અને અંતે કંટાળી જઈ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ACBના DYSP DP વાઘેલાએ જણાવ્યું કે ઘનશ્યામસિંહ જાડેજા ACB ના જોઈન્ટ ડાયરેકટરના કમાન્ડો તરીકે ફરજ બજાવે છે. તેઓ પોતાના બીમાર દીકરાની સારવાર કરાવી ઘરે જતા હતા એ સમયે કેનાલમાં ડુબતા લોકો બચાવ્યા છે. તેઓએ ઘનશ્યામસિંહની આ બહાદુરીભરી કામગીરીને બિરદાવી હતી સાથે તેઓએ ઉમેર્યું કે ACB પ્રાઇમમિનિસ્ટર્સ મેડલ ફોર લાઈફ સેવિંગ માટે ડિપાર્ટમેન્ટમાં દરખાસ્ત કરશે.