ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરી

News18 Gujarati
Updated: November 20, 2019, 8:14 AM IST
ભાજપની ગાંધી સંકલ્પ યાત્રામાં અલ્પેશ ઠાકોરની સૂચક ગેરહાજરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં યોજાયેલ ગાંધી સંકલ્પ યાત્રાનું મગળવારે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું

રાધનપુર વિધાનસભાના પરિણામ બાદ અલ્પેશ ઠાકોર ભાજપના કોઈ પણ જાહેર મંચ પર જોવા મળ્યો નથી

  • Share this:
અમદાવાદ : 17 નવેમ્બરે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના લોકસભા મત વિસ્તારમાં યોજાયેલ ગાંધી સંકલ્પ યાત્રાનું મગળવારે ગાંધી આશ્રમ ખાતે સમાપન થયું. સમાપન દરમ્યાન કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર તથા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. જોકે રેલી માં શરૂઆતથી સમાપન સુધી એક વ્યક્તિની સૂચક ગેરહાજરી જોવા મળી અને એ હતી અલ્પેશ ઠાકોરની.

કેન્દ્રીય ગુહ પ્રધાન અને રાજનીતિ ના ચાણક્ય તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ ના લોકસભા ક્ષેત્રમાં યોજાઈ રહેલી ગાંધીયાત્રામાં ત્રણેય દિવસ ભાજપ ના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આગેવાની લીધી હતી. અમદાવાદના ધારાસભ્ય થી માંડી કોર્પોરેટર, ભાજપના પદાધિકારીઓ તથા કેબિનેટ પ્રધાને યાત્રામાં જોડાયા હતા. ત્યારે અલ્પેશ ઠાકોર યાત્રા થી દુર રહયા. આ વાત તમામ લોકોના આંખે ઉડીને એટલે પણ વળગી કેમ કે મગળવારે ગાંધી યાત્રાનો પ્રારંભ રાણીપથી કરવામાં આવ્યો હતો. જ્યાથી અલ્પેશ ઠાકોરનું નિવાસ્થાન લગભગ 400 મીટરના અંતર પર હતુ. તેમ છતાં અલ્પેશ ઠાકોર કે ઠાકોર સેના તથા અલ્પેશ ઠાકોરના સમર્થકો યાત્રાથી અળગા રહ્યા હતા.

ગુજરાતની રાજનીતિ પર અમિત શાહની સીધી નજર રહે છે. ચૂંટણીમાં ઉમેદવાર ના નામની પસંદગી હોય કે પછી સરકારના મંત્રાલય ના ફાળવણી હોય કે પછી સંગઠન ની નિમણુકો હોય અમિત શાહ ની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે અને એ જ કારણ છે કે અમિત શાહ જ્યારે પણ ગુજરાત માં આવે છે ત્યારે કાર્યકર્તાઓ થી માંડી નેતાઓ ની શુભેચ્છા મુલાકાત માટે લાંબી કતાર લાગે છે. સાથે જ તેમના મત વિસ્તારમાં કાર્યક્રમમાં મોટા ભાગે બધા હાજરી આપતા હોય છે. તેમજ કાર્યક્રમ સફળ કરવા એડી ચોટી નું જોર પણ લગાડવામાં આવે છે. આ તમામ બાબતો થઇ અલ્પેશ ઠાકોર પણ ખૂબ સારી રીતે વાકેફ છે તેમ છતાં તેમના ઘર ની નજીકની નીકળેલી યાત્રા ના ગેરહાજરી ને સૂચક માનવામાં આવી રહી છે. તે પાર્ટીમાં ચોક્કસ પ્રકારનો સંદેશ આપવા માંગતા હોય એવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો - ડિસેમ્બરમાં પ્રદેશ ભાજપ 41 જિલ્લા અને 8 મહાનગરના જિલ્લા પ્રમુખો-મહામંત્રીઓની જાહેરાત થશે

જોકે સૂત્રો ની માનીએ તો અલ્પેશ ઠાકોરને આજે પણ ભાજપનો એક ચોક્કસ વર્ગ સ્વીકારતો નથી. જેના કારણે તેઓ પણ નથી ઇચ્છતા કે અલ્પેશ ઠાકોર અમદાવાદ કે પ્રદેશના કાર્યક્રમ હાજરી આપે. જેના કારણે મેસેજ પણ યોગ્ય રીતે અને યોગ્ય સમયે આપવામાં નથી આવતો. રાધનપુરમાં અલ્પેશ ઠાકોર ના સારથી બનેલા શંકર ચૌધરી હોય કે પછી અલ્પેશના સાથીદાર ધવલજી ઝાલા યાત્રામાં જોડાયા પરંતુ અલ્પેશ ઠાકોરએ યાત્રાથી પોતાને અલગ જ રાખ્યો હતો. જો કે અલ્પેશ ઠાકોર ની ગેરહાજરી હોય એવી આ પહેલી ઘટના નથી. સૂત્રોનું માનવામાં આવે તો રાધનપુર માં અલ્પેશ ઠાકોર ની હાર નો ડંખ હજુ પણ છે અને હાર પાછળ ક્યાંય ભાજપના જ કેટલાક લોકો જવાબદાર હોય એવું હજુ પણ તેઓ માને છે. આ અંગે રજુઆત પણ પાર્ટીમાં કરી છે. વિધાનસભાના પરિણામ બાદ અલ્પેશ ઠાકોર ભાજપ ના કોઈ પણ જાહેર મંચ પર જોવા મળ્યા નથી. તે કમલમમાં યોજાયેલ પ્રદેશ બેઠક હોય કે પછી અમદાવાદ માં યોજાયેલ સ્નેહ મિલન હોય કે પછી જિલ્લા માં યોજાય રહેલા ભાજપના કાર્યક્રમો હોય. પોતાની કારમી હાર બાદ ભાજપમાં જ રહી ને ભાજપ થી અલગ મોરચો ખોલી દીધો હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અલ્પેશ ઠાકોરે કર્યું છે.

ચૂંટણીના પરિણામો બાદ અલ્પેશ ઠાકોરે રાધનપુર ખાતે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં માત્ર ઠાકોર સેનાના જ પદાધિકારીઓ ઉપસ્થિત હતા. ભાજપ ના કોઈ નેતા હાજર ન હતા. રાધનપુરમાં શંકર ચૌધરી એ પણ સ્નેહમિલનનું આયોજન કર્યું હતું એ મંચ પર અલ્પેશ ઠાકોર જોવા મળ્યા ના હતા. જોકે સ્થાનિકો કહે છે કે અલ્પેશ ઠાકોરને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું. તો દિવાળી બાદ અલ્પેશ ઠાકોરના નિવાસસ્થાને માત્ર ઠાકોર સેનાના જ કાર્યકર્તાઓ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભાજપના કોઈ કાર્યકર્તાઓને બોલાવ્યા ન હતા. અમદાવાદમાં મોટા પાયે રીવરફ્રન્ટ પર ભાજપનો સ્નેહ મિલન કર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં પણ એમની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. આજે પણ એ જ ગેરહાજરી નું પુનરાવર્તન થયું.આ અંગે જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે એમણે પણ આ અંગે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. અલ્પેશ ઠાકોરની ગેરહાજરી નો સ્પષ્ટ જવાબ પાર્ટીના પદાધિકારીઓ પાસે ન હતો. મહત્વ નું છે કે સંગઠન સરચનાની કામગીરી હાલ માં હાથ ધરાઈ છે ત્યારે ભાજપમાં આંતરિક વિખવાદો સપાટી એ આવી રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોર ની ગેર હાજરી પણ અનેક સંકેતો આપી રહી છે. ત્યારે આ આંતરિક વિખવાદ નું શુ પરિણામ આવશે એ જોવું રહ્યું.
First published: November 19, 2019
વધુ વાંચો
अगली ख़बर