અમદાવાદ : કોરોના કાળને લીધે રાજ્યના 90 હજાર સ્કૂલ વેન, રીક્ષા ચાલકોનો ધંધો ઠપ


Updated: May 19, 2020, 10:50 AM IST
અમદાવાદ : કોરોના કાળને લીધે રાજ્યના 90 હજાર સ્કૂલ વેન, રીક્ષા ચાલકોનો ધંધો ઠપ
પ્રતિકાત્મક તસવીર

લૉકડાઉનથી સ્કૂલવેન અને રીક્ષા ચાલકોની હાલત કફોડી, ભાડું મળ્યું નથી અને માર્ચથી પૈડાં થંભી ગયા છે, હજુ પણ કોઈ આશા નથી.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણ વચ્ચે રાજ્યના 90 હજાર અને અમદાવાદના 15 હજાર સ્કૂલ વેન (School Van) અને રીક્ષા ચાલકો (School Auto Rickshaw)ની હાલત કફોડી થઈ છે. માર્ચ મહિનામાં જનતા કર્ફ્યૂ (Janata Curfew) અને ત્યારબાદ લૉકડાઉન (Lockdown) જાહેર થઈ જતા વાલીઓ પાસેથી બાળકોને સ્કૂલે લઇ જતાં સ્કૂલ વેન ચાલકો અને રીક્ષા ચાલકોની હાલત કફોડી થઈ ગઈ છે. માર્ચ માસથી સ્કૂલ વેન અને રીક્ષાના પૈડાં થંભી ગયા છે.

વાલીઓએ બાળક દીઠ જે ભાડું આપવાનું હોય છે તે નહીં આપતા પરિવારને શું ખવડાવવું તે પ્રશ્ન સ્કૂલવર્ધી ચાલકોને સતાવી રહ્યો છે. કોરોનાના વધતા કેસોએ અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકોના હાલ બેહાલ કરી નાખ્યા છે. લૉકડાઉન 1થી માંડી હવે લૉકડાઉન 4 સુધી પહોંચ્યા છે, છતાં કોરોનાનો કોઈ તોડ મળ્યો નથી. તેવામાં શ્રમિકો અને રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની હાલત તો કફોડી થઈ જ છે, સાથે સાથે મધ્યમવર્ગ પણ પીસાઈ ગયો છે.

આ પણ વાંચો :  રાજકોટ : પાન-મસાલાની દુકાન ખુલતા અડધો કિલોમીટર લાંબી લાઇન લાગી, દુકાનો બંધ કરવી પડી!

અમદાવાદ સહિત રાજ્યોમાં સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે લઈ જતાં સ્કૂલ વેન અને રીક્ષા ચાલકોની ચિંતા વધી છે. કારણ કે જે પ્રકારે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે હજુ આગામી દિવસોમાં સ્કૂલો ખુલવાના કોઈ અણસાર નથી. સ્કૂલ ખુલશે તો પણ બાળકોને સ્કૂલ વેન અને રીક્ષામાં લઇ જવાની પરમિશન મળશે કે નહીં તેની ગાઈડ લાઇન શું હશે તે નક્કી નથી. જેના કારણે સ્કૂલવર્ધી ચાલકોની હાલત કફોડી થઈ છે.

સ્કૂલવર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ જણાવે છે કે, રાજ્યમાં 90 હજારથી વધુ સ્કૂલ વેન અને રીક્ષા ચાલકો છે. અમદાવાદમાં 8500 સ્કૂલ વેન ચાલક અને 6,500 સ્કૂલ રીક્ષા ચાલકો છે. માર્ચ માસથી આ ચાલકોને વાલીઓ તરફથી ભાડું મળ્યું નથી. કોઈ ગણ્યા ગાંઠ્યા વાલીઓએ ભાડું આપ્યું છે. પરંતુ મોટાભાગના વાલીઓ પાસેથી ભાડું આવ્યું નથી.

આ પણ વાંચો :  AMCની વેબસાઈટ પર મ્યુનિસિપલ કમિશનર પદે હજુ પણ વિજય નહેરા! 

ચાલકો બાળક દીઠ મહિને 700 કે 800 રૂપિયા લેતા હોય છે. આરીતે મહિને 7 હજાર કે 8 હજાર ભાડું થાય છે. પરંતુ વાલીઓ પાસેથી ભાડું આવ્યું નથી અને લૉકડાઉનમાં ખર્ચા વધી રહ્યા છે. હવે સ્કૂલવર્ધી એસોસિએશન વતી વાલીઓને ભાડું આપવા વિનંતી કરવામાં આવી છે. મહત્વનું છે કે કોરોના કાળ પહેલા ટ્રાફિકના નવા નિયમોને પગલે પણ સ્કૂલ વેન, રીક્ષા ચાલકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. હવે કોરોના સ્કૂલવર્ધી ચાલકોને પડ્યા પર પાટું બનીને આવ્યો છે.
First published: May 19, 2020, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading