અમદાવાદ : ધનતેરસે જ ત્યજી દેવાયેલી 'લક્ષ્મી' મૃત અવસ્થામાં મળી આવી

News18 Gujarati
Updated: October 25, 2019, 2:37 PM IST
અમદાવાદ : ધનતેરસે જ ત્યજી દેવાયેલી 'લક્ષ્મી' મૃત અવસ્થામાં મળી આવી
મેઘાણીનગરમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું.

મેઘાણીનગર રેલવે ક્રોસિંગ પાસેથી ભ્રૂણ મળી આવ્યું, પ્રાથમિક તપાસમાં બાળકી હોવાનું પોલીસનું તારણ.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ : આજે (25 ઓક્ટોબર) ધનતેરસ હોવાથી લોકો લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે. આપણા સમાજમાં તમામ દીકરીઓને લક્ષ્મી જ માનવામાં આવે છે. જોકે, કમનસીબે ધનતેરસના દિવસે અમદાવાદમાં લક્ષ્મી મૃત અવસ્થામાં મળી આવી છે. એટલે કે અમદાવાદમાંથી તાજી જન્મેલી ત્યજી દેવાયેલી બાળકી મૃત અવસ્થામાં મળી આવી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

શુક્રવારે સવારે અમદાવાદના મેઘાણીનગર પોલીસને માહિતી મળી કે મેઘાણીનગર રેલવે ક્રોસિંગ પાસે કચરાના ઢગલામાં એક બાળક મૃત હાલતમાં પડ્યું છે. બાળક તાજું જન્મેલું હતું તેમજ કોઈ વ્યક્તિએ ત્યજી દેવાના ઈરાદા સાથે તેને અહીં મૂકીને ફરાર થઈ ગયું હતું.

આ પણ વાંચો : અમદાવાદ : ધનતેરસની આગલી રાત્રે જ માણેકચોકમાંથી 600 ગ્રામ સોનાની લૂંટ

ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ કરતા કચરામાંથી ભ્રૂણ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ભ્રૂણ બાળકીનું હોવાનું સામે આવ્યું છે. આ મામલે હકીકત જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવી છે.ભ્રૂણ મળી આવ્યું છે તે વિસ્તાર રેલવે પોલીસની હદમાં આવતો હોવાથી રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. ધનતેરસના દિવસે જ સવારે પોલીસને આવા બનાવનો મેસેજ મળતા પોલીસને પણ દુઃખ થયું હતું. હાલ સમગ્ર મામલે રેલવે પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને બાળકીને ત્યજી દેનારા વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે.આ પણ વાંચો : રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં પવન સાથે ઠંડીનો ચમકારો વધશે
First published: October 25, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading