ડિગ્રી વિવાદ : આશુતોષે કહ્યું- શાહ જેટલીએ બોગસ ડિગ્રી દેશને બતાવી, PM માંગે માફી

Haresh Suthar | Pradesh18
Updated: May 9, 2016, 3:28 PM IST
ડિગ્રી વિવાદ : આશુતોષે કહ્યું- શાહ જેટલીએ બોગસ ડિગ્રી દેશને બતાવી, PM માંગે માફી
#વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદમાં ભાજપની સ્પષ્ટતા બાદ આપે પણ જોરદાર વળતો જવાબ આપ્યો છે. આપ નેતા આશુતોષે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ અને અરૂણ જેટલી સામે પણ આકરા પ્રહારો કર્યા.

#વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદમાં ભાજપની સ્પષ્ટતા બાદ આપે પણ જોરદાર વળતો જવાબ આપ્યો છે. આપ નેતા આશુતોષે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ અને અરૂણ જેટલી સામે પણ આકરા પ્રહારો કર્યા.

  • Pradesh18
  • Last Updated: May 9, 2016, 3:28 PM IST
  • Share this:
નવી દિલ્હી #વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિગ્રી વિવાદમાં ભાજપની સ્પષ્ટતા બાદ આપે પણ જોરદાર વળતો જવાબ આપ્યો છે. આપ નેતા આશુતોષે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અમિત શાહ અને અરૂણ જેટલી સામે પણ આકરા પ્રહારો કર્યા.

આપ નેતા આશુતોષે કહ્યું કે, અમે બધી તપાસ કર્યા બાદ જ કહી રહ્યા છીએ કે એમણે કોઇ ડિગ્રી લીધી જ નથી. અમારા નેતાઓ કે જેમની સામે બોગસ ડિગ્રીના આરોપ લાગ્યા છે, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. પરંતુ હકીકત એ છે કે આજ સુધી એમની સામે કોઇ ચાર્જશીટ દાખલ થયું નથી.

આશુતોષે વળતો જવાબ આપતાં કહ્યું કે, આજે મોટી મોટી વાતો કરતાં ભાજપા અધ્યક્ષ અમિત શાહ કે જેમનો ઇતિહાસ બધાને ખબર છે, એમને તડીપાર કેમ કરાયા હતા. એમની સામે હત્યાના પણ આરોપ છે. અરૂણ જેટલી કે જે ડીડીએ કૌભાંડ કર્યું. અમિત શાહ અને અરૂણ જેટલીએ જે ડિગ્રી બતાવી એ બોગસ છે. અમિત શાહ અને અરૂણ જેટલી ભગવાન નથી કે તેઓ કોઇ પણ ડિગ્રી લાવીને રાખી દે અને આપણે સાચી માની લઇએ. મારી પાસે એમની જારી કરેલી બંને ડિગ્રીઓ છે.

બીએની ડિગ્રી પર લખ્યું છે નરેન્દ્ર કુમાર દામોદરદાસ મોદી, એમએની ડિગ્રી પર લખ્યું છે નરેન્દ્ર દામોદરદાસ મોદી. આપણને ખબર છે કે જ્યારે નામમાં ફેરફાર થાય તો એફિડેવિટ કરવામાં આવે છે. પરંતું આ કેસમાં એફિડેવિટ ક્યાં છે?

સરનેમ ડ્રોપ કરવા માટે, નામ બદલવા માટે કાયદાકીય પ્રક્રિયા કરવી પડી છે. જનતા સામે એ એફિડેવિટ રજુ કરો જેમાં નામ બદલવામાં આવ્યું હોય. 1977ની માર્કશીટ છે. જ્યારે બીએની ડિગ્રી પર લખ્યું છે 1978. માર્કશીટની ફોટોકોપી બતાવતાં આશુતોષે કહ્યું કે, માર્કશીટ પર લખ્યું છે કે નરેન્દ્ર કુમાર દામોદરદાસ મોદી અને ડિગ્રી પર લખ્યું છે નરેન્દ્ર દામોદરદાસ મોદી એટલે કે નામમાં ફેરફઆર છે.

માર્કશીટ 1977ની અને ડિગ્રી 1978ની આ શું ગોટાળો થયો? આનો મતલબ એ છે કે આ ડિગ્રી બોગસ છે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે આ ડિગ્રી ખોટી છે.મોદીને બચાવવા માટે અમિત શાહ અને અરૂણ જેટલીએ બોગસ ડિગ્રી દેશ સામે રાખી છે. ગુનો કર્યો છે બંનેએ. તેઓ કહે છે કેજરીવાલ માફી માંગે અને કહીએ છીએ કે પીએમ માફી માંગે

પીએમની ડિગ્રી સાચી છે, શું કહ્યું ભાજપે? જાણો
First published: May 9, 2016
વધુ વાંચો
अगली ख़बर