ગજેન્દ્ર કલાલ, અમદાવાદ : આપ નાં નેતા મહેશ સવાણી આત્મનિર્ભર ગુજરાત નામે પોતાના ફેસબુક પેજ પર પોસ્ટ મૂકીને ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે તેમને ફોટો પાકિસ્તાનના સિંધ પ્રદેશનો આત્મનિર્ભર ગુજરાત કરીને મુક્યો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ શરૂ કરતા આખરે પોસ્ટને કાઢી નાખવામાં આવી હતી.
આપ નેતા મહેશ સવાણી સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી કે "ગુજરાતમાં વાવાઝોડાને બે મહિના થવા છતા વીજળીની કોઈ વ્યવસ્થા ન થતા લોકો ખુદ બન્યા આત્મનિર્ભર વીજળી માચે થાંભલાઓ ની વ્યવસ્થા કરી ગુજરાત મોડલ ડિજિટલ ઈન્ડિયા". આ મામલે મહેશ સવાણી સાથે સંપર્ક કરતા મિટિંગમાં વ્યસ્ત હોવાનું ન્યૂઝ 18 ગુજરાતીને જણાવાયું હતુ.
હકીકતમાં, આ ફોટો પોસ્ટ પાકિસ્તાનના પત્રકારે થોડા દિવસ પહેલા ટ્વીટર પર મૂક્યો હતો જેમાં સિંધ સરકારે વિજળીના થાંભલા મુક્યા હોવા ની પોસ્ટ મૂકી હતી જે પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે સિંધ સરકારે પ્રાચીન તકનીકી થી સસ્તા વીજ થાંભલા મુક્યા છે.
નોંધ: આ ધ્રુવ માંથી ઇલેક્ટ્રિક આંચકો થવાનું જોખમ નથી , લોકસેવામાં મોખરે સિંધ સરકાર
سندھ حکومت نے قدیم ٹیکنالوجی سے بجلی کے سستے کھمبے متعارف کرائے۔
نوٹ: اس کھمبے سے کرنٹ لگنے کا خدشہ نہیں رہتا
عوامی خدمت میں پیش پیش سندھ حکومت😏 pic.twitter.com/F44BHxicA7
મહેશ સવાણી પોસ્ટથી ગુજરાતનું રાજકારણ ફરીવાર સક્રિય થતા પોસ્ટ અંગે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે એ સત્તા લાલચ માટે હલકી કક્ષાની રાજનીતિ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
જોકે તમને જણાવીએ કે મે મહિનામાં ગુજરાતમાં ટાઉતે વાવાઝોડું આવ્યું હતું, જેનાથી ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, મોરબી, પોરબંદર સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને પવનના કારણે વીજ થાંભલાઓ પડી ગયા હતા અને વીજળી જતી રહી હતી. તે સમયે સ્થાનીકો વીજળી માટે ડીઝલ લાવી જનરેટર તાલુ કરી પોતાના મોબાઈલ ચાર્જ કરવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું જે હાલમાં મુખ્યત્વે જગ્યાએ વીજ પુરવઠો રાજ્ય સરકારે પૂર્વરત કર્યો છે.