Home /News /madhya-gujarat /

કેજરીવાલનો કલાસ! ગુજરાત આપ નેતાઓની બોલતી બંધ, હોટલે પહોંચેલા કેટલાક કાર્યકર્તામાં રોષ છલકાયો

કેજરીવાલનો કલાસ! ગુજરાત આપ નેતાઓની બોલતી બંધ, હોટલે પહોંચેલા કેટલાક કાર્યકર્તામાં રોષ છલકાયો

અરવિંદ કેજરીવાલ

Delhi CM and Punjab CM in Gujarat: ગુજરાતમા આવનાર વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) આપ પાર્ટી તમામ બેઠકો ચૂંટણી લડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદઃ આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી (delhi CM) અરવિંદ કેજરીવાલ (Arwind Kejriwal) અને પંજાબ મુખ્યમંત્રી ભગવંત (Punjab CM bhagwant Mann) માન બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ગુજરાતમા આવનાર વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) આપ પાર્ટી તમામ બેઠકો ચૂંટણી લડશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. પંજાબ ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ આપ પાર્ટીએ નજર ગુજરાત પર છે. પરંતુ ગુજરાતમા આપ પાર્ટી કરેલા રીપોર્ટ ઘણો નેગેટીવ આવ્યો હોવાનું જાણકાર સુત્રો માહિતી આપી રહ્યા છે.

કેજરીવાલ સાથે મુલાકાત કરવા માટે આપ નેતાઓ અને સંગઠન મંત્રીઓ હોટલમાં હોળ લાગી હતી. પરંતુ કેજરીવાલ ગણા ગાંઠિયા લોકો સાથે જ મુલાકાત કરી હોવાથી અનેક આપ નેતાઓ નારાજ જોવા મળ્યા હતા. તેમજ કેજરીવાલ દ્વારા આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, આપ નેતા ઇશુદાન ગઢવી અને સંગઠન મંત્રીને ભાર કલાસ લેવી હોવાનું પણ કાર્યકર્તાઓમાં ગણગણાટ હતો.

આપના એક સંગઠન મંત્રી તો કેજરીવાલ સામે જ ઉગ્ર રોષ ઠાલવતા કહ્યું હતુ કે ફોટા તમારા જ લોકોના પાડવાના હોય તો અમારુ અહીં શું કામ છે. જમીન પર આપનો ઝંડો જાલી રસ્તાઓ પર કાર્યકર્તા ફરી રહ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું મને ગમત નથી, હું મારી પ્રેમિકા સાથે સબંધ ચાલુ રાખીશ,' પતિએ પત્નીના લાખ્ખો રૂપિયા ઉડાવ્યા

અને ફોટો સેશન અને બંધ બારણે બેઠક અન્ય નેતાઓ સાથે કરવામાં આવી રહી છે. કેજરીવાલ અને પ્રદેશ નેતાઓથી નારાજ થઇ અનેક નેતાઓ હોટલ પરથી ઉગ્ર રોષ અને નારાજગી સાથે બહાર નિકળી ગયા હોવાની પણ ચર્ચા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'તું નોકરી કરે છે તો સમાજવાળા ખરાબ વાતો કરે છે,' પરિણીતા પર સાસરિયાઓનો અસહ્ય ત્રાસ

કેજરીવાલના પ્રવાસના બીજા દિવસે હોટલ ખાતે બેઠકોનું આયોજન કરાયું હતુ પરંતુ કોઇ કારણો સર બેઠક થઇ શકી ન હતી. સંગઠનના હોદ્દેદારો સાથે કેજરીવાલ બેઠક કરવાના છે. તેથી અનેક નેતાઓ અને સંગઠનના લોકો હોટલ પહોંચી ગયા હતા. પરંતુ કાર્યકર્તાઓ નિરાશા હાથમાં લાગી હતી.

ગુજરાતમા આપનું ગ્રાઉન્ડ હજુ નબળું હોવાનો પણ રીપોર્ટ કેજરીવાલ પાસે હોવાથી પ્રદેશ નેતાઓની કલાસ કેજરીવાલે લીધી હતી. ગુજરાત પ્રદેશ નેતૃત્વ પણ ખટખડાવી ગ્રાઉન્ડ મજબુત કરવા સુચનાઓ અપાઇ હતી.
Published by:ankit patel
First published:

Tags: AAP Gujarat, Aarvind kejriwal, Ahmedabad news, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन