Home /News /madhya-gujarat /જન્મ દિવસ વિશેષ : અભિનય સમ્રાટ આમિરખાનની વનમાં એન્ટ્રી

જન્મ દિવસ વિશેષ : અભિનય સમ્રાટ આમિરખાનની વનમાં એન્ટ્રી

# હિન્દી ફિલ્મ જગતના જાણીતા ખાન આમિર ખાન અભિનય અને સાદા જીવનને લઇને ઓળખાય છે. આમિર ખાન આજે જીવનના 51માં વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. આજે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મ દિવસ છે.

# હિન્દી ફિલ્મ જગતના જાણીતા ખાન આમિર ખાન અભિનય અને સાદા જીવનને લઇને ઓળખાય છે. આમિર ખાન આજે જીવનના 51માં વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. આજે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મ દિવસ છે.

  • IBN7
  • Last Updated :
અમદાવાદ# હિન્દી ફિલ્મ જગતના જાણીતા ખાન આમિર ખાન અભિનય અને સાદા જીવનને લઇને ઓળખાય છે. આમિર ખાન આજે જીવનના 51માં વર્ષમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. આજે બોલીવુડ અભિનેતા આમિર ખાનનો જન્મ દિવસ છે.

કેરિયરના શરૂઆતમાં પોતાની ચોકલેટી છબિ દ્વારા લાખ્ખો છોકરીઓના દિલો રાજ કરનાર આમિર ખાનનું એક ખાસ ટશન છે અને તે એ છે કે, તેઓ વર્ષમાં એક ફિલ્મ જ કરે છે. તેમ છતાં તેમની દરેક ફિલ્મને લઇને પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોવે છે. ભારત સરકારના 'અતુલ્ય ભારત' અભિયાન થી દેશની છબિ ને પ્રબળ બનાવી ચૂકેલા આમિર ગત દિવસોમાં અસહિષ્ણુતા પર આપેલ નિવેદન ને લઇને વિવાદોમાં ઘેરાયા હતા.

આમિર અભિનયની સાથે ફિલ્મ નિર્માણ અને નિર્દેશનમાં પણ પોતાની છાપ છોડી ચૂક્યા છે. તે પોતાની વાત અલગ અંદાજ રજૂ કરે છે, જે ઓછા લોકોમાં જોવા મળે છે. તેઓ આજે સફળતાની જે ઉંચાઇઓ પર છે, ત્યાં પહોંચવું તેમના માટે સહેલું ન હતુ. જો કે, આમિરની કૌટુંબિક પૃષ્ઠભૂમિ ફિલ્મ ઉદ્યોગ જગતથી જોડાયેલી છે. તેમના પિતા તાહિર હુસૈન ફિલ્મ નિર્માતા રહી ચૂક્યા છે.

આમિરે 1973માં ફિલ્મ 'યાદો કી બારાત' માં બાળ કલાકારના રૂપમાં અભિનયના ક્ષેત્રમાં પગ મુક્યા હતા. ત્યાર બાદ 'હોલી' (1984) થી અભિનેતા ના રૂપમાં પોતાની કેરિયરની શરૂઆત કરી હતી. તેઓએ 'કયામત સે કયામત તક' (1998) થી ખાસ સફળતા મળી હતી. આ ફિલ્મના માટે તેમને બેસ્ટ ન્યુ આર્ટિસ્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. 1996માં 'રાજા હિન્દુસ્તાની' આમિરના કેરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મના માટે આમિરને આઠ નામાંકનો ના બાદ બેસ્ટ અભિનેતા નો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

'દિલ', 'દિલ હે કે માનતા નહીં', 'જો જીતા વહી સિકંદર', 'હમ હે રાહી પ્યાર કે', 'અંદાજ અપના અપના', 'અકેલે હમ અકેલે તુમ', 'રાજા હિન્દુસ્તાની', 'ઇશ્ક', 'ગુલામ', 'સરફરોશ', 'મન', 'અર્થ', 'મેલા', 'લગાન', 'દિલ ચાહતા હે', 'મંગલ પાંડે- ધ રાઇઝિંગ', 'રંગ દે બસંતી', 'ફના', 'તારે જમીન પર', 'ગજની', 'થ્રી ઇડિયટ્સ', 'ધોબીઘાટ', 'તલાશઃ ધ આંસર લાઇન વીદિન', 'ધૂમ-3' અને 'પીકે' જેવી ફિલ્મોમાં તેમના ખૂબ શ્રેષ્ઠ અભિનયનું પ્રમાણ છે.

આમિરે 2001માં 'આમિર ખાન પ્રોડક્શન' નામથી ફિ્લ્મ નિર્માણ કંપની ની શરૂઆત કરી હતી. તેઓએ તેના બેનર હેઠળ 'લગાન' ફિ્લ્મ બનાવી હતી. જેનું નિર્દેશન પણ તેઓએ જ કર્યું હતુ. 'લગાન' ને બેસ્ટ વિદેશી ભાષા ફિલ્મના માટે 74મો એકેડમી એવોર્ડમાં ભારતના તરફથી સિલેક્ટ કરવામાં આવ્યું હતુ. ત્યાર બાદ 2007માં તેઓએ પોતાના પ્રોડક્શનની બીજી ફિલ્મ 'તારે જમીન પર' બનાઇ હતી. ત્યાર બાદ 'જાને તૂ યા જાને ના', 'પીપલી લાઇવ', 'ધોબી ઘાટ', 'ડેલ્હી બૈલી', અને 'તલાશ' આમિરના જ પ્રોડ્કશન હાઉસથી જ છે, જેને સારો કારોબાર કર્યો હતો.

2012માં આમિરે ટેલીવિઝન શો 'સત્યમેવ જયતે' દ્વારા નાના પર્દા તરફ વર્યા હતા. તેઓએ આ શો ના માધ્યમથી દેશના સામાજીક મુદ્દાઓને ખૂબ ઉંડાણપૂર્વક જનતા સમક્ષ રજૂ કર્યા હતા.

આમિરે અમુક વર્ષ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતુ કે, તેઓ કર્મમાં વિશ્વાસ રાખે છે અને ફળની ચિંતા નથી કરતા. તેઓએ 2009માં લંડનના પ્રખ્યાત મૈડમ તુસાદ સંગ્રહાલયમાં પોતાની મીણ ની પ્રતિમા બનાવવાને લઇને આ કહેતા ઇનકાર કર્યો હતો કે, જે કાર્યોમાં તેમને રસ નથી, તે તેને કરવામાં વિશ્વાસ નથી રાખતા. આમિરે હિન્દી ફિલ્મ ઉદ્યોગ જગત એવોર્ડ કાર્યક્રમોમાં યોગ્ય પારદર્શકતા ન જાળવતા આ કાર્યક્રમોથી તેઓ અળગા રહે છે.

આમ તો વિવાદો થી દૂર રહેનાર આમિર ખાન, તેવા સમયે વિવાદોમાં ફસાય ગયા, જ્યારે તેઓએ દેશમાં અસહિષ્ણુતા ના મુદ્દા પર પોતાની વાત મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી, જેના બાદ તેમની ઘણી નિંદા થઇ હતી. જોકે, આમિરે મીડિયા સમક્ષ પોતાની વાત સ્પષ્ટ કરતા ભારતને સહિષ્ણુ રાષ્ટ્ર ગણાવ્યું હતુ.

આમિરે 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2002માં તલાક થયા હતા. 2005માં આમિરે કિરણ સાથે લગ્ન કરી લીધા હતા. બન્ને ને સેરોગેસી પ્રક્રિયાથી એક પુત્ર પણ છે, જેનું નામ આમિરે આઝાદ રાવ ખાન રાખ્યું છે.

આમિરને 2003માં પદ્મશ્રી અને 2010માં પદ્મભૂષણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓને ભારતીય સિનેમા અને મનોરંજન ઉદ્યોગમાં પોતાના અભૂતપૂર્વ યોગદાન ના માટે આઝાદ રાષ્ટ્રીય ઉર્દૂ યુનિ. (એમએએનયૂયૂ) થી ડોક્ટરેટની માનદ ડિગ્રીથી સમ્માનિત કરાયા છે.
First published:

Tags: અભિનેતા, આમિર ખાન, જન્મ દિવસ, બોલીવુડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन