આમિરને વધુ એક ઝટકો, 'સ્નેપડીલ' સાથે 'ડિલ' થશે સમાપ્ત!

Parthesh Nair | IBN7
Updated: February 5, 2016, 12:03 PM IST
આમિરને વધુ એક ઝટકો, 'સ્નેપડીલ' સાથે 'ડિલ' થશે સમાપ્ત!
મુંબઇ# બોલીવુડ અભિનેતા આમિર ખાનને વધુ એક ઝટકો મળી શકે છે. પહેલા 'અતુલ્ય ભારત' અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર માંથી મુક્ત કરાયા અને હવે ખબર છે કે, ઓનલાઇન શોપિંગ સાઇટ 'સ્નેપડીલ' માંથી તેમનો કોન્ટ્રાક પુરો થઇ રહ્યો છે અને સ્નેપડીલ આ કોન્ટ્રાકને રીન્યુ નહીં કરે.

  • IBN7
  • Last Updated: February 5, 2016, 12:03 PM IST
  • Share this:
મુંબઇ# બોલીવુડ અભિનેતા આમિર ખાનને વધુ એક ઝટકો મળી શકે છે. પહેલા 'અતુલ્ય ભારત' અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર માંથી મુક્ત કરાયા અને હવે ખબર છે કે, ઓનલાઇન શોપિંગ સાઇટ 'સ્નેપડીલ' માંથી તેમનો કોન્ટ્રાક પુરો થઇ રહ્યો છે અને સ્નેપડીલ આ કોન્ટ્રાકને રીન્યુ નહીં કરે. સૂત્રોના અનુસાર હવે સ્નેપડીલે આ કોન્ટ્રાકને સમાપ્ત કરવાનો નિર્ણય કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન 'સ્નેપડીલ' ના બ્રાન્ડ એમ્બેસેડર છે અને આજ મહિનામાં તેમનો કોન્ટ્રાક સમાપ્ત થવા જઇ રહ્યો છે. ખબરોના અનુસાર પહેલા આ કોન્ટ્રાક એક વર્ષ માટે વધારવામાં આવવાનો હતો, પરંતુ આમિરના અસહિષ્ણુતા પર આપેલ નિવેદનના બાદ તેમના વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનને જોતા કંપનીએ આ કોન્ટ્રાકને રિન્યું ન કરવાનો નિર્ણય લીધો છે. જોકે, અત્યાર સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઇ નથી.

ઉલ્લેખનીય છે કે, આમિર ખાને કહ્યું હતુ કે, તેમની પત્ની કિરણ રાવને આ દેશમાં ડર લાગે છે અને તેણી આ દેશને છોડીને જવા માટે કહી રહી હતી. આમિરના આ નિવેદન બાદ સમગ્ર દેશમાં તેમનો વિરોધ થયો હતો. લોકોએ સ્નેપડીલનો એપ પણ ડાઉનગ્રેડ કરી દીધા હતા. હોબાળા બાદ સ્નેપડીલે આમિરના વિજ્ઞાપનને દેખાડવાના પણ બંધ કરી દીધા હતા.
First published: February 5, 2016, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading