આમિર ખાનની અપીલ, નફરત ફેલાવનાર પર અંકુશ લગાવે PM

Parthesh Nair | IBN7
Updated: March 7, 2016, 6:04 PM IST
આમિર ખાનની અપીલ, નફરત ફેલાવનાર પર અંકુશ લગાવે PM
વળી બહુ ઓછા લોકોને ખબર હશે કે રંગ દે બસંતી જેવી ફિલ્મોમાં કામ કરનાર આમિર ખાન પોતે અબ્દુલ કલામ આઝાદ સ્વંતત્રતા સેનાની અને ભારતીય નેતાના દૂરના સંબંધી છે.

અસહિષ્ણુતા પર નિવેદન આપ્યા બાદ વિવાદોથી ઘેરાયેલા બોલીવુડ અભિનેતા આમિર ખાને કહ્યું કે, ભારત એક સહિષ્ણુ દેશ છે. એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂંમાં આમિર ખાને કહ્યું કે, આપણો દેશ સહિષ્ણુ છે, પરંતુ અમુક લોકો એવા છે, જે આપણા દેશને તોડવાના પ્રયાસ કરી રહ્યાં છે, તેમના પર અંકુશ રાખવો જરૂરી છે.

  • IBN7
  • Last Updated: March 7, 2016, 6:04 PM IST
  • Share this:
મુંબઇ# અસહિષ્ણુતા પર નિવેદન આપ્યા બાદ વિવાદોથી ઘેરાયેલા બોલીવુડ અભિનેતા આમિર ખાને કહ્યું કે, ભારત એક સહિષ્ણુ દેશ છે. એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂંમાં આમિર ખાને કહ્યું કે, આપણો દેશ સહિષ્ણુ છે, પરંતુ અમુક લોકો એવા છે, જે આપણા દેશને તોડવાના પ્રયાસ કરી રહ્યાં છે, તેમના પર અંકુશ રાખવો જરૂરી છે.

આમિરે કહ્યું કે, પીએમ મોદીએ આવા લોકો પર અંકુશ લગાવવો જોઇએ, જે દેશને તોડવાની વાતો કરી રહ્યાં છે. આમિરે કહ્યું કે, અંતમાં કાયદો તમામ માટે સમાન છે અને કોઇ પણ કાયદાથી ઉપર નથી.

દુર્ભાગ્યપણે, અમુક લોકો છે, જે નકારાત્મકતા અને નફરત ફેલાવે છે. જો, હું ખોટો ન હોવું તો, આપણા વડાપ્રધાને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમનો સંદેશ છે..સબકા સાથ, સબકા વિકાસ. ઉલ્લેખનીય છે કે, આમિર ખાનના અસહિષ્ણુતા પર આપેલ નિવેદન બાદ ઘણી આલોચના થઇ હતી.

આમિરે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતુ કે, તેમની પત્ની કિરણ રાવે આમિરને પુછ્યું હતુ કે, શું તેઓએ ભારત માંથી જતા રહેવું જોઇએ. આમિરના આ નિવેદન બાદ દેશભરમાં તેમનો ઘણો વિરોધ થયો હતો.
First published: March 7, 2016
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading