Home /News /madhya-gujarat /

ગુજરાત કૉંગ્રેસ BJPના ખિસ્સામાં છે, જરૂર પડે છે ત્યારે માલ સપ્લાય કરે છે: અરવિંદ કેજરીવાલ

ગુજરાત કૉંગ્રેસ BJPના ખિસ્સામાં છે, જરૂર પડે છે ત્યારે માલ સપ્લાય કરે છે: અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

    ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022માં યોજાશે ત્યારે અત્યારથી રાજકારણ (Gujarat Politics) ગરમાયું છે. મુખ્યમંત્રી (CM) માટે વિવિધ લોકો પોતાની વાતો જણાવી રહ્યાં છે ત્યારે આજે દિલ્હીના મુખ્યમંત્રી (Delhi CM) અને આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party- AAP) રાષ્ટ્રીય પ્રમુખ અરવિંદ કેજરીવાલ આજે, સોમવારે અમદાવાદની મુલાકાતે (Ahmedabad Visit) આવી પહોંચ્યા છે.

    '2022ની ચૂંટણીમાં આપ તમામ બેઠક પરથી લડશે'

    અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, ઇસુદાન ગઠવી ગુજરાતનો કેજરીવાલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સત્તા પર છે. પણ ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ મિત્રોની જેમ કામ કરી રહ્યાં છે. કહેવાય છે કે, ગુજરાતમાં કૉંગ્રેસ ભાજપનાં ખિસ્સામાં છે. જ્યારે ભાજપને જરૂર પડે છે ત્યારે તે માલ કોંગ્રેસ સપ્લાય કરે છે.

    'ગુજરાતમાં 70 વર્ષમાં શાળા અને હૉસ્પિટલની સ્થિતિ કેમ સુધરી નથી શકતી?;

    તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં આ બે પાર્ટી તો એક જ છે ત્યારે આપને કારણે વિકલ્પ મળ્યો છે. ગુજરાતમાં બેઠેલો વ્યક્તિ જોઇ શકે છે કે, દિલ્હીમાં વીજળી આટલી સસ્તી કેમ છે અમારે તો બહું મોંઘી છે. તેઓ અહીં બેસીને જોઇ શકે છે કે, દિલ્હીમાં પાંચ વર્ષમાં હૉસ્પિટલની સ્થિતિ અને શાળાઓની સ્થિતિ આટલી સારી છે તો ગુજરાતમાં 70 વર્ષમાં શાળા અને હૉસ્પિટલની સ્થિતિ કેમ સુધરી નથી શકતી? પણ સ્થિતિ હવે સુધરશે.

    આ સાથે વિધાનસભાની ચૂંટણી માટે જણાવ્યું કે, 2022માં તમામ સીટ પર ગુજરાતમાં કેન્ડીડેટ ઉભા કરવામાં આવશે. અહીં ખેડૂતો પરેશાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, કોઈ પૃચ્છા કરવા વાળું નથી, ગુજરાતમાં વેપારીઓ ભયમાં છે, ડરવાની શુ જરૂર છે? ગુજરાતને કોરોના કાળમાં અનાથ છોડી દેવામાં આવ્યું હતું.



    પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાયા

    વી ટીવીનાં પૂર્વ એડિટર અને પત્રકાર ઇસુદાન ગઢવી અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે. પત્રકાર ઇસુદાન ગઢીએ ગુજરાત આવેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી જે બાદ તેઓ આપ પાર્ટીમાં જોડાયા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે, જે રીતે અરવિંદ કેજરીવાલ લોકોની સેવા માટે આપ પક્ષ બનાવ્યો હતો. તે જ રીતે હું પણ લોકોની સેવા કરવા માટે જ આપ પાર્ટીમાં જોડાયો છું. નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, ઇશુદાન ગઢવી કઇ રાજનૈતિક પાર્ટીમાં જોડાશે ત્યારે આજે તે તમામ અટકળો પર પૂર્ણવિરામ આવી ગયો છે.

    ઇસુદાન આપમાં જોડાયા


    અગાઉ અરવિંદ કેજરીવાલે ગઈકાલે ટ્વીટર પર એક ચાર લાઇનનું ટ્ટીટ કર્યુ હતું જેમાં તેમણે લખ્યું કે 'હવે ગુજરાત બદલાશે, હું કાલે ગુજરાત આવી રહ્યો છે. ગુજરાતના મારા બધા ભાઈઓ બહેનોને મળીશ'

    નોંધનીય છે કે, ફેબ્રુઆરીમાં મહાનગપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો જીતીને મોટો ઊલટફેર કર્યો હતો. આપની તે જીત પછીથી જ ગુજરાતમાં ત્રીજા વિકલ્પની ચર્ચા શરૂ થઈ હતી. અગાઉ આપના રાષ્ટ્રીય પ્રમુખ અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ફેબ્રુઆરીમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. એ વખતે સુરતમાં કેજરીવાલે કહ્યું હતું, "જ્યારથી પરિણામ આવ્યાં છે, ત્યારથી હું ભાજપ અને કૉંગ્રેસના નેતાઓનાં નિવેદનો સાંભળી રહ્યો છું. તેઓ હેબતાઈ ગયા છે અને થોડાથોડા ગભરાઈ ગયા છે. તેઓ તમારાથી અથવા આમ આદમી પાર્ટીથી ગભરાયા નથી પરતું એ 16 લાખ લોકોથી ગભરાઈ ગયા છે, જેમને આપને વૉટ આપ્યો છે."
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Assembly Election, Cm arvind kejriwal, અમદાવાદ, આમ આદમી પાર્ટી, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन